કીર્તન મુક્તાવલી

દાદાને દરબાર જાશું સવારમાં નિત્યે ઊઠીને

૧-૧૪૧: અજાણ્ય

Category: પ્રભાતિયાં

દાદાને દરબાર જાશું સવારમાં નિત્યે ઊઠીને,

શ્રીજીનું મુખડું જોશું સવારમાં નિત્યે ઊઠીને ꠶ટેક

વહેલી સવારમાં ઘેલાના ઘાટમાં,

 ખળખળિએ મનભરી ન્હાશું... સવારમાં꠶ ૧

માળા, પ્રદક્ષિણા, દંડવત્ કરશું,

 શ્રીજીનું ધ્યાન ધરી લેશું... સવારમાં꠶ ૨

દાદાને દરબાર સંતોની સાથમાં,

 ઓશરિયું ઓરડા જોશું... સવારમાં꠶ ૩

આંગણિયે લીમડાનાં દર્શન કરતાં,

 શ્રીજીનું જ્ઞાન સ્મરી લેશું... સવારમાં꠶ ૪

અક્ષર ઓરડીએ શ્રીજી બિરાજે,

 સ્વામિનારાયણ કહેશું... સવારમાં꠶ ૫

હરિકૃષ્ણ વાસુદેવ ગોપીનાથજીનાં,

 દર્શન હૈયે ભરી લેશું... સવારમાં꠶ ૬

માણકી નચાવતા શ્રીજી પધારે,

 હાથ જોડીને ઊભા રહેશું... સવારમાં꠶ ૭

ઊંચેરા સાદે કીર્તન ગાઈશું,

 ઉત્સવની રંગત લેશું... સવારમાં꠶૮

લક્ષ્મીવાડીમાં શ્રીજી સમાધિએ,

 દાદાને યાદ કરી લેશું... સવારમાં꠶ ૯

‘અક્ષર’ બ્રહ્મ ને શ્રીજીની ગોઠડી,

 અંતરમાં સંઘરી દેશું... સવારમાં꠶ ૧૦

Dādāne darbār jāshu savārmā nitye ūṭhīne

1-141: unknown

Category: Prabhatiya

Dādāne darbār jāshu savārmā nitye ūṭhīne,

 Shrījīnu mukhḍu joshu savārmā nitye ūṭhīne...

Vahelī savārmā Ghelānā ghāṭmā,

 Khaḷkhaḷīye manbhari nhāshu... savārmā 1

Māḷā, pradakshīnā, danḍvat karshu,

 Shrījīnu dhyān dharī leshu... savārmā 2

Dādāne darbār santonī sāthmā,

 Oshariyu orḍā joshu... savārmā 3

Āngaṇiye limḍānā darshan kartā,

 Shrījīnu gnān smarī leshu... savārmā 4

Akshar orḍie Shrījī birāje,

 Swāminārāyaṇ kaheshu... savārmā 5

Harikrishṇa, Vāsudev Gopināthjīnā,

 Darshan haiye bharī leshu... savārmā 6

Māṇkī nachāvtā Shrījī padhāre,

 Hāth joḍīne ūbhā raheshu... savārmā 7

Ūncherā sāde Kīrtan gāīshu,

 Utsavnī rangat leshu... savārmā 8

Lakshmīvāḍīimā Shrījī samādhie,

 Dādāne yād karī leshu... savārmā 9

‘Akshar’ Brahma ne Shrījīnī gothḍī,

 Antarmā sangharī deshu... savārmā 10

loading