કીર્તન મુક્તાવલી

શોભા શ્રી ઘનશ્યામની વર્ણવ્યામાં નાવે

૧-૧૧૬: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૬

શોભા શ્રી ઘનશ્યામની, વર્ણવ્યામાં નાવે;

નિત નવી વર્ણવે શેષજી, તોયે પાર ન પાવે ꠶ટેક

શ્વેત વસન શોભે ઘણા, સર્વે અંગે હરિને;

શ્વેત પાઘ શિર ઉપરે, બાંધી પ્રીત કરીને... ૧

શ્વેત અંગરખી અંગમાં, ઓઢ્યો શ્વેત દુશાલો;

શ્વેત ધોતીને શોભાડતા, શોભે ધર્મનો લાલો... ૨

શ્વેત હાર તોરા પાઘમાં, કડાં બાજૂ બિરાજે;

શ્વેત શોભા સર્વે અંગમાં, જોઈ રતિપતિ લાજે... ૩

શ્વેત વસન શ્વેત ભૂષણ, સદા શ્રીહરિ ધારે;

એ છબી નિત નિત નીરખી, પ્રેમાનંદ પ્રાણ વારે... ૪

Shobhā Shrī Ghanshyāmnī varṇavyāmā nāve

1-116: Sadguru Premanand Swami

Category: Prabhatiya

Pad - 6

Shobhā Shrī Ghanshyāmnī, varṇavyāmā nāve;

Nit navī varṇave Sheṣhajī, toye pār na pāve °ṭek

Shvet vasan shobhe ghaṇā, sarve ange Harine;

Shvet pāgh shir upare, bāndhī prīt karīne... 1

Shvet angarkhī angmā, oḍhyo shvet dushālo;

Shvet dhotīne shobhāḍtā, shobhe Dharmano Lālo... 2

Shvet hār torā pāghamā, kaḍā bājū birāje;

Shvet shobhā sarve angmā, joī ratipati lāje... 3

Shvet vasan shvet bhūṣhaṇ, sadā Shrīhari dhāre;

E chhabī nit nit nīrakhī, Premānand prāṇ vāre... 4

loading