કીર્તન મુક્તાવલી

મોહી રહ્યા જેને મુનિરાજ ત્યાજ તનસુખ કરી

૧-૧૦૯૨: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૬૧

મોહી રહ્યા જેને મુનિરાજ, ત્યાજ તનસુખ કરી;

કરી લીધું છે પોતાનું કાજ, ફેરો નથી રાખ્યો ફરી... ૧

ફરી ફસવું જે ફંદમાંય, એવું ન રાખ્યું એણે;

એણે કરવું રાખ્યું નહિ કાંય, તલ એકભાર તેણે... ૨

તેણે નજર પોં’ચાડી છે નેક, શાબાશ સમજણ એની;

એની મતિ પોં’ચી ગઈ છેક, હું બલિહારી તેની... ૩

તેની જોડ્યે આવે કહો કોણ, વાત વિચારી જોઈ;

જોઈ નિષ્કુળાનંદ એવું જોણ, કહે ધન્ય સંત સોઈ... ૪

Mohī rahyā jene munirāj tyāj tansukh karī

1-1092: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 61

Mohī rahyā jene munirāj, tyāj tansukh karī;

 Karī līdhu chhe potānu kāj, fero nathī rākhyo farī... 1

Farī fasvu je fandmāy, evu na rākhyu eṇe;

 Eṇe karvu rākhyu nahi kāy, tal ekbhār teṇe... 2

Teṇe najare po’chāḍī chhe nek, shābāsh samjaṇ enī;

 Enī matī po’chī gaī chhek, hu balihārī tenī... 3

Tenī joḍye āve kaho koṇ, vāt vichārī joī;

 Joī Nishkuḷānand evu joṇ, kahe dhanya sant soī... 4

loading