કીર્તન મુક્તાવલી

વે’લેરી ઊઠીને વા’લાજીનું વદન નિહારું

૧-૧૦૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૧

વે’લેરી ઊઠીને વા’લાજીનું વદન નિહારું,

 જોઈને કમળમુખ દુઃખ દૂર વિસારું રે ꠶ટેક

વદન વા’લાજીનું અતિ સુખકારી,

 નીરખી નીરખી જાઉં હું તો સરવસ્વ વારી રે꠶ ૧

મુખડું જોયા વિના પાણીયે ન પીવું,

 પ્રાણજીવનને હું તો જોઈ જોઈ જીવું રે꠶ ૨

પ્રાણજીવન જોવા મેં તો જનમ ધર્યો છે,

 જૂઠો રે સંસારિયો સર્વે ત્યાગ કર્યો છે રે꠶ ૩

પ્રેમાનંદના સ્વામીને કાજે મેલ્યાં છે,

 સંસારિયાં સઉ બળતામેં દાઝે રે꠶ ૪

Ve’lerī ūṭhīne vā’lājīnu vadan nihāru

1-109: Sadguru Premanand Swami

Category: Prabhatiya

Pad - 1

Ve’lerī ūṭhīne vā’lājīnu vadan nihāru,

 Joine kamaḷmukh dukh ḍūr visāru re...

Vadan vā’lājīnu ati sukhkārī,

 Nīrakhī nīrakhī jāu hu to sarvasva vārī re. 1

Mukhḍu joyā vinā pāṇīye na pīvu,

 Prāṇjīvanne hu to joī joī jīvu re. 2

Prāṇjīvan jovā me to janam dharyo chhe,

 Jūṭho re sansāriyo sarve tyāg karyo chhe re. 3

Premānandnā Swāmīne kāje melyā chhe,

 Sansāriyā sau baḷtāme dājhe re. 4

loading