કીર્તન મુક્તાવલી

કિયાં જીવ કિયાં જગદીશ જાણો જૂજવી એ જાત છે રે

૧-૧૦૫૮: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૨૭

કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જૂજવી એ જાત છે રે;

મર આપિયે સો સો શીશ, તોયે વણ મળ્યાની વાત છે રે... ૧

કિયાં કીડી કરી મેળાપ, ભેળું થાવા ભારે ભેદ છે રે;

કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે... ૨

અતિ અણમળ્યાનું એહ, મળવું માયિક અમાયિકને રે;

તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવા અનેકને રે... ૩

તૈૅયેં થાય એનો મેળાપ, જ્યારે નરતન ધરે નાથજી રે;

કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથજી રે... ૪

Kiyā jīva kiyā Jagdīsh jāṇo jūjvī e jāt chhe re

1-1058: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 27

Kiyā jīva kiyā Jagdīsh, jāṇo jūjvī e jāt chhe re;

 Mar āpīye so so shīsh, toye vaṇ maḷyānī vāt chhe re... 1

Kiyā kīdī karī meḷāp, bheḷu thāvā bhāre bhed chhe re;

 Kiyā Pūrna Purushottam āp, kiyā jīva jene bahu ked chhe re... 2

Ati aṇmaḷyānu eh, maḷvu mayik amāyikne re;

 Te to dayā karī dharī deh, āve uddhārvā anekne re... 3

Taiye thāy eno meḷāp, jyāre nartan dhare Nāthjī re;

 Kahe Nishkuḷānand āp, tyāre māḷāy ene sāthjī re... 4

loading