કીર્તન મુક્તાવલી

વા’લી લાગે વા’લમ તારા મુખની વાણી રે

૧-૧૦૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૨

વા’લી લાગે વા’લમ તારા મુખની વાણી રે,

મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે...꠶ટેક

મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે,

સ્થિર થઈને નિત્ય સેવે ચરણ રમા ડાહી રે... વા’લી꠶ ૧

મુખની વાણી સાંભળી રાચ્યા સુંદર રૂપે રે,

જગતસુખને પરહરી લીધો ભેખ ભૂપે રે... વા’લી꠶ ૨

વાણી સાંભળી સનકાદિકે લીધી હૈયે ધારી રે,

ધરથી ઘર ન માંડિયું રહ્યા બ્રહ્મચારી રે... વા’લી꠶ ૩

મુખની વાણી સાંભળી મારે પ્રીત બંધાણી રે,

પ્રેમાનંદ કહે તન મન કરું કુરબાની રે... વા’લી꠶ ૪

Vā’lī lāge Vā’lam tārā mukhnī vāṇī re

1-105: Sadguru Premanand Swami

Category: Prabhatiya

Pad - 2

Vā’lī lāge Vā’lam tārā mukhnī vāṇī re,

 Mukhnī vāṇī shravaṇe sunī hu lobhāṇī re...

Mukhnī vāṇī sāmbhaḷī tajī chanchaḷtāī re,

 Sthīr thaīne nitya seve charaṇ ramā dāhī re... vā’lī 1

Mukhnī vāṇī sāmbhaḷī rāchyā sundar rūpe re,

 Jagatsukhne parharī līdho bhekh bhūpe re... vā’lī 2

Vāṇī sāmbhaḷī Sanakādike līdhī haiye dhārī re,

 Dharthī ghar na mānḍīyu rahyā brahmachārī re... vā’lī 3

Mukhnī vāṇī sāmbhaḷī māre prīt bandhāṇī re,

 Premānand kahe tan man karu kurbānī re... vā’lī 4

loading