કીર્તન મુક્તાવલી

સુણો સાધુ શુકજી સરખા રે નારદ જેવા નેક

૧-૧૦૪૯: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૧૮

સુણો સાધુ શુકજી સરખા રે, નારદ જેવા નેક;

નથી ઉપમાં માનો મૂરખા રે, ઉર કરો વિવેક... ૧

જડભરત જેવા જાણીએ રે, સનકાદિક સમાન;

કદરજ જેવા વખાણીએ રે, ખરા ક્ષમાવાન... ૨

એવી સાધુતાને આશરી રે, જ્યારે લીધો જોગ;

ત્યારે પ્રીત સહુશું પરહરી રે, ભૂલવા ભવ ભોગ... ૩

એની રીત્યે રીત્ય આપણી રે, બીજી રીત્યે બાધ;

પરહરો પરી પાપણી રે, વળગી એ વરાધ... ૪

ફોગટ પડતાં બીજા ફંદમા રે, આવે દુઃખ અત્યંત;

નિષ્કુળાનંદ આનંદમાં રે, સદા રહોને સંત... ૫

Suṇo sādhu Shukjī sarkhā re Nārad jevā nek

1-1049: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 18

Suṇo sādhu Shukjī sarkhā re, Nārad jevā nek;

 Nathī upma māno mūrkhā re, ur karo vivek... 1

Jaḍbharat jevā jāṇīe re, Sanakādik samān;

 Kadraj jevā vakhāṇīe re, kharā kshmāvān... 2

Evī sādhutāne āshrī re, jyāre līdho jog;

 Tyāre prīt sahushu parharī re, bhulvā bhav bhog... 3

Enī rītye rītya āpṇī re bījī rītye bādh;

 Parharo parī pāpṇī re, vaḷgī e varādh... 4

Fogaṭ paḍtā bījā fandmā re, āve dukh atyant;

 Nishkuḷānand ānandmā re, sadā rahone sant... 5

loading