કીર્તન મુક્તાવલી

વિષયી જનનાં વાયક રે ભર્યાં ભરપૂર ભૂંડાઈયે

૧-૧૦૪૬: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૧૫

વિષયી જનનાં વાયક રે, ભર્યાં ભરપૂર ભૂંડાયે;

હોય સહુને દુઃખદાયક રે, એથી સુખિયાં શું થાયે... ૧

જોને આગ્નીધ્ર દીર્ઘતમા રે, વિષય સારુ વલખ્યા છે;

એનાં વચન શોધી શાસ્ત્રમાં રે, સર્વે લઈને લખ્યાં છે... ૨

વળી વશિષ્ઠ ને દુર્વાસા રે, લોભી ક્રોધી કા’વે છે;

એના અંતરની જે આસા રે, સર્વે શાસ્ત્ર જણાવે છે... ૩

માટે જે જનમાં ગુણ જેવો રે, એવો આપે સેવકને;

કહે નિષ્કુળાનંદ ન સેવો રે, જાણી એવા વિવેકને... ૪

Vishayī jannā vāyak re bharyā bharpūr bhunḍāīye

1-1046: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 15

Vishayī jannā vāyak re, bharyā bharpūr bhunḍāye;

 Hoye sahune dukhdāyak re, ethī sukhiyā shu thāye... 1

Jone Āgnīdhra Dīrghatamā re, vishay sāru valakhyā chhe;

 Enā vachan shodhī shāstramā re, sarve laīne lakhyā chhe... 2

Vaḷī Vashishṭh ne Dūrvāsā re, lobhī krodhī kahāve chhe;

 Enā antarnī je āsā re, sarve shāstra jaṇāve chhe... 3

Maṭe je janmā guṇ jevo re, evo āpe sevakne;

 Kahe Nishkuḷānand na sevo re, jāṇī evo vivekne... 4

loading