કીર્તન મુક્તાવલી

પ્રમુખજીમાં પ્રગટ રહ્યા છે પુરુષોત્તમ મહારાજ

૧-૧૦૦૯: શ્રી ઈનામદાર

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

પ્રમુખજીમાં પ્રગટ રહ્યા છે, પુરુષોત્તમ મહારાજ;

પ્રગટ રૂપ તમારું પામી, ધન્ય બન્યો છું આજ... ꠶ટેક

યોગી ગુરુના દેહમાં તમને લાગ્યો તો બહુ થાક;

નવતનુ ધાર્યું નારાયણ, તમે કરવા અધૂરાં કાજ... ૧

નિજ મંદિરની મૂર્તિમાંહી, નારાયણ હું નીરખી રહ્યો;

આંખતણા અણસારે તમને, અક્ષર હું ઓળખાવી રહ્યો... ૨

નેહ નીતરતા નયનોમાં એ, ચમકારા તમે જોયા નથી;

પુરુષોત્તમ પેખો નહિ એમાં, તો મનના મેલ તમે ધોયા નથી... ૩

પરચાઓની પરંપરાઓ, તમથી હવે અજાણી નથી;

માયાવી મનડું મલકે નહિ તો પ્રગટ વાત પિછાણી નથી... ૪

સંત સ્વરૂપે શ્રીજી વિચરે પ્રમુખસ્વામીને પગલે રે;

ઓળખી લ્યો આ પ્રગટ પુરુષને, દુનિયા ડોલે છે એને પગલે રે... ૫

પ્રગટ મહિમાની વાતો સમજો, તો અંતર અજવાળું છે;

ના સમજો તો શીદને કહેવું, દીવા પાછળ અંધારું છે... ૬

પ્રગટ ગુરુહરિ પ્રમુખજીના ગુણલા મુજને ગાવા દ્યો;

ગુણાતીત આ જ્ઞાન ગંગાના પ્રગટ નીરમાં ન્હાવા દ્યો... ૭

પ્રમુખસ્વામીમાં

Pramukhjīmā pragaṭ rahyā chhe Purushottam Mahārāj

1-1009: Shri Inamdar

Category: Pramukh Swami Maharajna Pad

Pramukhjīmā pragaṭ rahyā chhe, Purushottam Mahārāj;

 Pragaṭ rūp tamāru pāmī, dhanya banyo chhu āj...

Yogī gurunā dehmā tamne lāgyo to bahu thāk;

 Navtanu dhāryu Nārāyaṇ, tame karvā adhūrā kāj. 1

Nij mandirnī mūrtimāhī, Nārāyaṇ hu nīrakhī rahyo;

 Ākhtaṇā aṇsāre tamne, Akshar hu oḷkhāvī rahyo. 2

Neh nītartā nayanomā e, chamkārā tame joyā nathī;

 Purushottam pekho nahi emā, to manna mel tame dhoyā nathī. 3

Parchāonī paramparāo, tamthī have ajāṇī nathī;

 Māyāvī manḍu malke nahi to pragaṭ vāt pichhānī nathī. 4

Sant swarūpe Shrījī vichare Pramukh Swāmīne pagle re;

 Oḷkhī lyo ā pragaṭ purushne, duniyā ḍole chhe ene pagḷe re. 5

Pragaṭ mahimānī vāto samjo to antar ajvāḷu chhe;

 Nā samjo to shīdne kahevu, dīvā pāchhaḷ andhāru chhe. 6

Pragaṭ guruhari Pramukhjīnā guṇlā mujne gāvā dyo;

 Guṇātīt ā gnān Gangāṇā pragaṭ nīrmā nahāvā dyo. 7

Pramukh Swāmimā

loading