કીર્તન મુક્તાવલી

આજે ઉમંગ મારા અંતરની આરતીથી

૧-૧૦૦૧: સાધુ યોગેન્દ્રદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

આજે ઉમંગ મારા અંતરની આરતીથી,

 પ્રમુખસ્વામીને વધાવું;

નાચું મગન મારા મનના માણીગરના,

 ગુણોનાં ગીતડાં બનાવું... ꠶ટેક

આંખો ઊઠે કે પામું શ્રીજીની અમીદૃષ્ટિ,

 સ્પર્શે આતમદીપ ચેતે;

કોટિ કોટિકવાર ઓવારું પ્રાણ જ્યારે,

 મલકીને બોલાવે હેતે;

આજે ઉમંગ એ જ શ્રીજીને પામીને,

 જીવન કૃતારથ કહાવું... ꠶ ૧

એવા અગાધ આજ સુખ સુખના સાગરથી,

 અમૃતની વાદળી લહેરી;

જુગજુગના ઓરતાની ચુંદડી બની એને,

 શ્યામ રંગ રંગાવી પહેરી;

આજે ઉમંગ હું તો શ્રીજીની વેણું થઈ,

 સ્વામી-યશ મહિમા વહાવું... ꠶ ૨

Āje umang mārā antarnī ārtīthī

1-1001: Sadhu Yogendradas

Category: Pramukh Swami Maharajna Pad

Āje umang mārā antarnī ārtīthī,

 Pramukh Swāmīne vadhāvu;

Nāchu magan mārā mannā māṇīgarnā,

 Guṇonā gītḍā banāvu...

Ānkho ūṭhe ke pāmu Shrījīnī amīdrashṭi,

 Sparshe ātamdīp chete;

Koṭi koṭikvār ovāru prāṇ jyāre,

 Malkīne bolāve hete;

Āje umang ej Shrījīne pāmīne,

 Jīvan krutārath kahāvu... 1

Evā agādh āj sukh sukhnā sāgarthī,

 Amrutnī vādḷī laherī;

Jug jugnā ortānī chundaḍī banī ene,

 Shyām rang rangāvī paherī;

Āj umang hu to Shrījīnī veṇu thaī,

 Swāmī-yash māhimā vahāvu... 2

loading