કીર્તન મુક્તાવલી
મારા સહજાનંદ સુજાન જાવું તારે વારણિયે
૨-૯૦૩૮: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
મારા સહજાનંદ સુજાન, જાવું તારે વારણિયે;
તમે છો મારા જીવન પ્રાણ, આવી ઊભી બારણિયે... ટેક
આવી વસ્યું છે મારે અંતરે રે, વાલા રૂપ અલૌકિક તારું;
છેલ છબીલું તારું છોગલું રે, મુને પ્રિતમ લાગે પ્યારું... જાવું
સુભગ સોના કેરાં સાંકળાં રે, માંહે ચુની રતન જડાવું;
નવલ રંગીલા મારા નાથજી રે, હું પ્રેમે કરીને પેરાવું... જાવું
ફૂલ તણી રે માળા ફૂટડી રે, વારી પ્રાણજીવન તમે પેરી;
બ્રહ્માનંદના વાલમા રે, મારા લાડકડા રંગ લેરી... જાવું
Mārā Sahajānand sujān jāvu tāre vāraṇiye
2-9038: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Mārā Sahajānand sujān, jāvu tāre vāraṇiye;
Tame chho mārā jīvan prāṇ, āvī ūbhī bāraṇiye... Ṭek
Āvī vasyu chhe māre antare re, vālā rūp alaukik tāru;
Chhel chhabīlu tāru chhogalu re, mune pritam lāge pyāru... Jāvu
Subhag sonā kerā sākaḷā re, māhe chunī ratan jaḍāvu;
Naval rangīlā mārā Nāthajī re, hu preme karīne perāvu... Jāvu
Fūl taṇī re māḷā fūṭaḍī re, vārī Prāṇ-jīvan tame perī;
Brahmānandnā vālmā re, mārā lāḍakḍā rang lerī... Jāvu