કીર્તન મુક્તાવલી
મુને વાલા લાગો છો વનમાળી
૨-૯૦૩૬: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
મુને વાલા લાગો છો વનમાળી,
હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી...
વાલા લાગો છો લટકાળા લાલા,
મારા નૈણા ઠરે છે ભાળી ભાળી... હૈડા
આઠો પહોર આવી વસી અંતરમાં,
વાલા મૂર્તિ તમારી મરમાળી... હૈડા
બાંધ્યા છે બાજુકાજુ ફૂલડાની માળી,
ગળે લાગે છે અતિ રૂપાળી... હૈડા
મનડા હરો છો મીઠું મીઠું ગાવતા,
વળી ગાતા નાખો છો રંગ ઢાળી... હૈડા
શું રે કરે સંસારીડો કૂડો,
મેં તો લોકની તે લજ્જા સર્વ ટાળી... હૈડા
બ્રહ્માનંદના વાલા તમ સંગ રમતા,
મારે દાળી દાળી તે દિવાળી... હૈડા
Mune vālā lāgo chho Vanmāḷī
2-9036: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Mune vālā lāgo chho Vanmāḷī,
Haiḍāmā mune vālā lāgo chho Vanmāḷī...
Vālā lāgo chho laṭkāḷā lālā,
Mārā naiṇā ṭhare chhe bhāḷī bhāḷī... Haiḍā
Āṭho pahor āvī vasī antarmā,
Vālā mūrti tamārī marmāḷī... Haiḍā
Bāndhyā chhe bāju-kāju fūlḍānī māḷī,
Gaḷe lāge chhe ati rūpāḷī... Haiḍā
Manḍā haro chho mīṭhu mīṭhu gāvatā,
Vaḷī gātā nākho chho rang ḍhāḷī... Haiḍā
Shu re kare sansārīḍo kūḍo,
Me to loknī te lajjā sarva ṭāḷī... Haiḍā
Brahmānandnā vālā tam sang ramtā,
Māre dāḷī dāḷī te divāḷī... Haiḍā