કીર્તન મુક્તાવલી

શ્યામ સનેહી ઘેર આવ્યા ઘનશ્યામ આવ્યા

૨-૯૦૩૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

 શ્યામ સનેહી ઘેર આવ્યા ઘનશ્યામ આવ્યા,

હેતે હરિ ઘેર આવ્યા રે, શ્યામ સનેહી ઘેર આવ્યા ઘનશ્યામ... ટેક

સામૈયું લઈને શ્યામ સુંદરને, મોંઘે મોતીડે વધાવ્યા... ઘનશ્યામ ૧

દૂધડે ચરણ પખાળ્યા પ્રભુના, પાટ ઉપર પધરાવ્યા... ઘનશ્યામ ૨

બંગલા ઉપર બાંધી હિંડોળો, હરિવરને હીંચકાવ્યા... ઘનશ્યામ ૩

પ્રેમાનંદનો નાથ મનોહર, મહારાજ મારે મન ભાવ્યા... ઘનશ્યામ ૪

Shyām sanehī gher āvyā Ghanshyām āvyā

2-9034: Sadguru Premanand Swami

Category: Murtina Pad

 Shyām sanehī gher āvyā Ghanshyām āvyā,

Hete Hari gher āvyā re, Shyām sanehī gher āvyā Ghanshyam... Ṭek

Sāmaiyu laīne Shyām sundarne, monghe motīḍe vadhāvyā... Ghanshyām 1

Dūdhaḍe charaṇ pakhāḷyā Prabhunā, pāṭ upar padharāvyā... Ghanshyām 2

Bangalā upar bāndhī hinḍoḷo, Harivarne hīchakāvyā... Ghanshyām 3

Premānandno Nāth manohar, Mahārāj māre man bhāvyā... Ghanshyām 4

loading