કીર્તન મુક્તાવલી
મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે
૨-૯૦૩૩: સદ્ગુરુ મંજુકેશાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે,
વારી જોઈ જોઈ થાય બહુ ભાવ... મુને
ઉર ઉપર અલબેલા રે વાલા પેર્યા ફૂલના હાર,
શોભાધામ સદા સુખકારી, સુંદર ધર્મકુમાર... મુને
બાંધેલ બાજુ ને ગજરા રે કાજુ, ફૂમકડાની જોડ,
લેરખડા તારું રૂપ વિલોકી, લાજે કામ કરોડ... મુને
લાવણ્યતા જોઈ શારદા મોહી, મોહ્યા મોટા ભૂપ,
પ્રાણજીવન મારા ચિત્તમાં રાખું, નિશદિન તારું રૂપ... મુને
ધર્મકુંવર તારું મુખડું જોઈને, લાજે પૂરણ ચંદ,
તન ધન તમ પર નાખે વારી, મંજુકેશાનંદ... મુને
Mune pyārī re Naṭvar nāv mūrti tārī re
2-9033: Sadguru Manjukeshanand Swami
Category: Murtina Pad
Mune pyārī re Naṭvar nāv mūrti tārī re,
Vārī joī joī thāy bahu bhāv... Mune
Ur upar albelā re vālā peryā fūlnā hār,
Shobhādhām sadā sukhkārī, sundar Dharma Kumār... Mune
Bāndhel bāju ne gajarā re kāju, fūmakḍānī joḍ,
Lerakhaḍā tāru rūp vilokī, lāje Kām karoḍ... Mune
Lāvaṇyatā joī Shāradā mohī, mohyā moṭā bhūp,
Prāṇjīvan mārā chittamā rākhu, nishdin tāru rūp... Mune
Dharma Kuvar tāru mukhaḍu joīne, lāje pūraṇ Chand,
Tan dhan tam par nākhe vārī, Manjukeshānand... Mune