કીર્તન મુક્તાવલી

સ્વામિનારાયણ પુરુષોત્તમની મુરતી અતિ રૂપાળી રે

૨-૮૦૦૪: સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

સ્વામિનારાયણ પુરુષોત્તમની, મુરતી અતિ રૂપાળી રે;

એ મુરતી જે ચિંતવે તેનાં, ભવ દુઃખ નાખે ટાળી રે... સ્વામિ꠶ ૧

દયા સુધાર ભીની ચંચલ, આંખડલી મરમાળી રે;

કમળ સરીખી હેત ભરી માંઇ, રાતી રેખ રસાળી રે... સ્વામિ꠶ ૨

જાણ્યે શામ કમાન ચડાવી, ભ્રકુટી સુંદર રાજે રે;

શ્રવણ મનોહર ઝળકે કુંડલ, તેની છબી અતિ છાજે રે... સ્વામિ꠶ ૩

મોઇ રહ્યા પ્રેમીજન મનમાં, ભાલ તિલક ભાળી રે;

કૃષ્ણાનંદ કે જરકશી સુંદર, મોલીડે હદ વાળી રે... સ્વામિ꠶ ૪

Swāminārāyaṇ Puruṣhottamnī muratī ati rūpāḷī re

2-8004: Sadguru Krushnanand Swami

Category: Prabhatiya

Swāminārāyaṇ Puruṣhottamnī, muratī ati rūpāḷī re;

E muratī je chintave tenā, bhav dukh nākhe ṭāḷī re... Swāmi° 1

Dayā sudhār bhīnī chanchal, ākhaḍalī marmāḷī re;

Kamaḷ sarīkhī het bharī māi, rātī rekh rasāḷī re... Swāmi° 2

Jāṇye shām kamān chaḍāvī, bhrakuṭī sundar rāje re;

Shravaṇ manohar zaḷake kunḍal, tenī chhabī ati chhāje re... Swāmi° 3

Moi rahyā premījan manmā, bhāl tilak bhāḷī re;

Kṛuṣhṇānand ke jarakashī sundar, molīḍe had vāḷī re... Swāmi° 4

loading