કીર્તન મુક્તાવલી

દીનોનાથ કરે દંત ધાવન, લઈને કોમલ કરમાઈ

૨-૮૦૦૩: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

રાગ: ભૈરવી

દીનોનાથ કરે દંત ધાવન, લઈને કોમલ કરમાઈ... દીનો ꠶ટેક

કુંદકલિસમ દશન મંજન કરે, નેણાં લોભાણાં જોઈ ચતુરાઈ... દીનો꠶ ૧

મુખ પ્રક્ષાલન કરી મનમોહન, નાવા પધાર્યા સુખદાઈ,

ગંગાજલિયા કુવા કાંઠે, ન્હાયે નાથ અતિ હરખાઈ... દીનો꠶ ૨

સરસ અત્તર લઈ કરે તન મર્દન, વર્ણિ મુકુંદ છબી ઉર લાઈ,

ઢોલે જલ ચોળે તન સુંદર, શોભા વરણવી નવ જાઈ... દીનો꠶ ૩

અંગ અંગોછી ઉજ્વલ ધોતી, પેરિ કટિપર સરસાઈ,

પ્રેમાનંદ કે’ જમવા પધાર્યા, હરિકૃષ્ણ હરિ પુલકાઈ... દીનો꠶ ૪

Dīnonāth kare dant dhāvan laīne komal karmāī

2-8003: Sadguru Premanand Swami

Category: Prabhatiya

Raag(s): Bhairavi

Dīnonāth kare dant dhāvan, laīne komal karmāī... Dīno °ṭek

Kundkalisam dashan manjan kare, neṇā lobhāṇā joī chaturāī... Dīno° 1

Mukh prakṣhālan karī manmohan, nāvā padhāryā sukhdāī,

Gangājaliyā kuvā kāṭhe, nhāye Nāth ati harakhāī... Dīno° 2

Saras attar laī kare tan mardan, Varṇi Mukund chhabī ur lāī,

Ḍhole jal choḷe tan sundar, shobhā varaṇavī nav jāī... Dīno° 3

Ang angochhī ujval dhotī, peri kaṭipar sarsāī,

Premānand ke’ jamavā padhāryā, Harikṛuṣhṇa Hari pulkāī... Dīno° 4

loading