કીર્તન મુક્તાવલી

વહેતું જીવન તમારું ગંગાની ધારા

૨-૩૦૪૬: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

વહેતું જીવન તમારું ગંગાની ધારા,

ઘણું રે જીવો પ્રમુખજી પ્રાણ છો અમારા...

ભક્તિમાં લીન અહોનિશ બ્રહ્મરસ વહાવતા,

મુખમાં છે નામ હરિનું કરમાં જપમાળા... ઘણું

સ્વામી તુજ પગલે પગલે પ્રગટે અજવાળા,

ભવમાં બૂડતાં જીવોને તમે ઝાલનારા... ઘણું

માયાનું બંધન કાપી આતમ ઓળખાવજો,

દેહભાવ દોષો સઘળા તમે ટાળનારા... ઘણું

અંતકાળે આવી સ્વામી અમને ઉગારજો,

અક્ષરરૂપ કરજો હરિના ખોળે ખેલનારા... ઘણું

Vahetu jīvan tamāru Gangānī dhārā

2-3046: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Vahetu jīvan tamāru Gangānī dhārā,

Ghaṇu re jīvo Pramukhjī prāṇ chho amārā...

Bhaktimā līn ahonish brahmaras vahāvatā,

Mukhmā chhe nām Harinu karmā japmāḷā... Ghaṇu

Swāmī tuj pagale pagale pragaṭe ajavāḷā,

Bhavmā būḍatā jīvone tame zālnārā... Ghaṇu

Māyānu bandhan kāpī ātam oḷakhāvajo,

Dehbhāv doṣho saghaḷā tame ṭāḷnārā... Ghaṇu

Antkāḷe āvī Swāmī amane ugārjo,

Akṣharrūp karajo Harinā khoḷe khelnārā... Ghaṇu

loading