કીર્તન મુક્તાવલી

હે પરબ્રહ્મ દયાળુ સહજાનંદ

૨-૩૦૪૫: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

(‘સંત પરમ હિતકારી’ નૃત્ય નાટિકાનાં કીર્તનો)

હે પરબ્રહ્મ, દયાળુ સહજાનંદ,

કરીએ સ્તવન, તવ પદવંદન,

હે પ્રમુખસ્વામી મહારાજ,

સ્વીકારો લાખો, વંદન આજ...

જે લોક ભોગ ત્યજીને વિચરે, તેને શું અર્પણ કરીએ જ અમે,

કોઈ વસ્તુ ખપે નહીં જીવનમાં, અલમસ્ત સદા હરિના રંગમાં,

 ... હે પરબ્રહ્મ

અમે ભવસાગરમાં ડૂબતા’તા, તમે બાંહ્ય ગ્રહીને ઉગારી લીધા,

દઈ શરણું શ્રીહરિનું જકડી, નિર્ભય કીધા ભવબંધનથી,

 ... હે પરબ્રહ્મ

આ અનંત દેહ ન્યોછાવરીએ, તવ ઋણ સદા મસ્તક ધરીએ,

તવ આજ્ઞાને અમે અનુસરીએ, દૃઢ ધીરજ શ્રદ્ધાથી મંડીએ,

 ... હે પરબ્રહ્મ

કરીએ નિર્ધાર અમે મક્કમ, દેજો બળબુદ્ધિ તવ હરદમ,

અમ વૃત્તિ તુજ આકાર ધરે, અક્ષરરૂપ થઈ હરિને જ વરે,

 ... હે પરબ્રહ્મ

આશિષ દેવા આવો આજ, પ્રમુખસ્વામી મહારાજ,

કૃપા અતિ વરસાવો આજ, પ્રમુખસ્વામી મહારાજ,

બ્રહ્માનંદ લૂંટાવો આજ, પ્રમુખસ્વામી મહારાજ,

આવો આવો પધારો આજ, પ્રમુખસ્વામી મહારાજ,

સ્વાગતમ્, સ્વાગતમ્, સ્વાગતમ્, શુભ સ્વાગતમ્.

He Parabrahma dayāḷu Sahajānand

2-3045: unknown

Category: Pramukh Swami Maharajna Pad

(‘Sant Param Hitkari’ Kirtans)

He Parabrahma, dayāḷu Sahajānand,

Karīe stavan, tav pad-vandan,

He Pramukh Swāmī Mahārāj,

Svīkāro lākho, vandan āj...

Je lok bhog tyajīne vichare, tene shu arpaṇ karīe ja ame,

Koī vastu khape nahi jīvanmā, almast sadā Harinā rangmā

  ... he Parabrahma

Ame bhav-sāgarmā ḍūbatā’tā, tame bāhya grahīne ugārī līdhā,

Daī sharaṇu Shrī Harinu jakḍī, nirbhay kīdhā bhav-bandhanthī

  ... he Parabrahma

Ā anant deh nyochhāvarīe, tav ruṇ sadā mastak dharīe,

Tav āgnāne ame anusarīe, dradh dhīraj shraddhāthī manḍīe

  ... he Parabrahma

Karīe nirdhār ame makkam, dejo baḷ-buddhi tav hardam

Amvrutti tuj ākār dhare, Aksharrūp thaī Harine ja vare

  ... he Parabrahma

Āshish devā āvo āj, Pramukh Swāmī Mahārāj,

Krupā ati varsāvo āj, Pramukh Swāmī Mahārāj,

Brahmānand lūnṭāvo āj, Pramukh Swāmī Mahārāj,

Āvo āvo padhāro āj, Pramukh Swāmī Mahārāj,

Swāgatam, swāgatam, swāgatam, shubh swāgatam.

loading