કીર્તન મુક્તાવલી

ધન્ય ધન્ય થઈ છે ધરા

૨-૩૦૩૮: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

(‘સંત પરમ હિતકારી’ નૃત્ય નાટિકાનાં કીર્તનો)

ધન્ય ધન્ય થઈ છે ધરા, અને ધન્ય થયું આકાશ,

ધન્ય ધન્ય છે ચહું દિશા, રેલાયો બ્રહ્મપ્રકાશ. ૧

ધન્ય પાદરા તાલુકો, અને ધન્ય ચાણસદ વા,

ધન્ય મોતીભાઈ પણ, ને ધન્ય દિવાળીબા. ૨

કહેવાય છે કે પુત્રનાં લક્ષણ, પારણિએથી થાય,

જેમ સિંહણના બાળમાં મોટો, વણરાજ વસિયો દેખાય. ૧

પુત્ર અલૌકીક દીસે અનેરો, તેજ તણો અંબાર,

જેમ જેમ મોટો થાય તેમ એનો, ખૂલે ભક્તિનો ભંડાર. ૨

બાવાજી ગામના હરિદાસ નામે, હનુમાન મઢીના મહંત,

બાલવૃંદ આગળ હરખે ગાતા, શાંતિના ગુણો અનંત. ૩

Dhanya dhanya thaī chhe dharā

2-3038: unknown

Category: Pramukh Swami Maharajna Pad

(‘Sant Param Hitkari’ Kirtans)

Dhanya dhanya thaī chhe dharā, ane dhanya thayu ākāsh,

Dhanya dhanya chhe chahu dishā, relāyo Brahmaprakāsh. 1

Dhanya Pādarā tāluko, ane dhanya Chaṇsad vā,

Dhanya Motībhāī paṇ, ne dhanya Diwāḷībā. 2

Kahevāy chhe ke putranā lakshaṇ, pārṇīethī thāy,

Jem sinhaṇnā bāḷmā moṭo, vanrāj vasiyo dekhāy. 1

Putra alaukīk dīse anero, tej taṇo ambār,

Jem jem moṭo thāy tem eno, khule bhaktino bhanḍār. 2

Bāwājī gāmnā Haridās nāme, Hanumān maḍhīnā mahant,

Bāḷvrund āgaḷ harkhe gātā, Shāntinā guṇo anant. 3

loading