કીર્તન મુક્તાવલી

પ્રમુખસ્વામીની જીવન ભાવના સૌનું હિત કરતી

૨-૩૦૩૪: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

યશગાથા

બીજાના ભલામાં ભલું છે પોતાનું,

બીજાના રે સુખમાં સુખ છે પોતાનું.

પ્રમુખસ્વામીની જીવન ભાવના સૌનું હિત કરતી,

કદીયે કોઈનું અહિત ન થાયે, અમૃત વહાવતી...

ધર્મ નિયમમાં દૃઢતા રાખી, જીવથી ઉજળા થાવું,

સત્સંગીનો પક્ષ રાખતા, કદી ન લજવાવું,

જીવપ્રાણી પર દયા રાખવી, હિત ઈચ્છવું મનથી... ૧

અંતરદૃષ્ટિ સર્વક્રિયામાં, કોઈના દોષ ન જોવા,

પતિવ્રતાની ટેક રાખવી, સહજાનંદ એક ભજવા,

સંબંધ જાણી સૌનો મહિમા, નિત કહેવો મુખથી... ૨

શ્રીહરિ એક જ કર્તા હર્તા, જીવન અર્પી દેવું,

કથા, ભજન દર્શન સેવાથી, મહાસુખિયા થાવું,

આત્મબુદ્ધિ સત્પુરુષમાં કરવી, દિવ્ય સદા નીરખી... ૩

અક્ષરપુરુષોત્તમનો નિશ્ચય, સિદ્ધ કરો સૌ જીવમાં,

શાસ્ત્રીજી મહારાજના ઋણી રહીશું, અનંત ભવભવમાં,

યોગીજી મહારાજના ઋણી રહીશું, અનંત ભવભવમાં,

પ્રમુખસ્વામીના ઋણી રહીશું, અનંત ભવભવમાં,

‘અક્ષર’રૂપે પ્રભુપદ સેવી, નિત્ય કરો ભક્તિ... ૪

Pramukh Swāmīnī jīvan bhāvnā saunu hit kartī

2-3034: unknown

Category: Pramukh Swami Maharajna Pad

Yashgāthā

Bījānā bhalāmā bhalu chhe potānu,

Bījānā re sukhmā sukh chhe potānu.

Pramukh Swāmīnī jīvan bhāvnā saunu hit kartī,

Kadīye koīnu ahit na thāye, amrut vahāvtī...

Dharma niyammā draḍhtā rākhī, jīvathī ujḷā thāvu,

Satsangīno paksh rākhtā, kadi na lajvāvu,

Jīvaprāṇī par dayā rākhvī, hit īchchhvu manthī. 1

Antardrashṭi sarvakriyāmā, koīnā dosh na jovā,

Pativratānī ṭek rākhvī, Sahajānand ek bhajvā,

Sambandh jāṇī sauno mahimā nit kahevo mukhthī. 2

Shrī Hari ek ja kartā hartā, jīvan arpī devu,

Kathā, bhajan, darshan sevāthī, mahāsukhiyā thāvu,

Ātmabuddhi satpurushmā karvī, divya sadā nīrkhī. 3

Akshar Purushottamno nischay, siddh karo sau jīvamā,

Shāstrījī Mahārājnā ruṇī rahīshu, anant bhavbhavmā,

Yogījī Mahārājnā ruṇī rahīshu, anant bhavbhavmā,

Pramukh Swāmīnā ruṇī rahīshu, anant bhavbhavmā,

‘Akshar’rupe Prabhupad sevī, nitya karo bhakti. 4

loading