કીર્તન મુક્તાવલી
ગુણે ધીર ગંભીર સાગર સમા છો
૨-૩૦૨૮: સાધુ અક્ષરજીવનદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
ગુણે ધીર ગંભીર સાગર સમા છો,
દયાળુ તમે દીનભક્તો તણા છો,
થયા વિશ્વકાજે હરિ દેહધારી,
કરું વંદના, હે પ્રમુખજી તમારી... કરું વંદના ૧
પરાભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન રાજે,
સ્વધર્મે સદા વર્તતા અન્ય કાજે,
રહો માન અપમાનમાં ઐક્ય ધારી... કરું વંદના ૨
અહો અન્ય કાજે સહો કષ્ટ કેવા,
ભમો વિશ્વમાં આપનું સુખ દેવા,
પરમ સાધુતાએ સ્વયમ મૂર્તિ ધારી... કરું વંદના ૩
ઢળ્યા નેણથી નિત્ય રેલે કરુણા,
વહે વેણમાં રે અમી ગર્વસૂના,
હૃદે ભાવના વિશ્વ કલ્યાણકારી... કરું વંદના ૪
નહીં સાધનો લેશ કીધા અમે તો,
છતા બ્રહ્મનું સુખ આપ્યું તમે તો,
છતી દેહે અમને મળ્યા ધામ ધામી,
કરું વંદના સાક્ષર જ્ઞાન પામી... કરું વંદના ૫
Guṇe dhīr gambhīr sāgar samā chho
2-3028: Sadhu Aksharjivandas
Category: Pramukh Swami Maharajna Pad
Guṇe dhīr gambhīr sāgar samā chho,
Dayāḷu tame dīnbhakto taṇā chho.
Thayā vishvkāje Hari dehdhārī,
Karu vandanā, he Pramukhjī, tamārī... karu vandanā 1
Parābhakti vairāgyane gnān rāje,
Swadharme sadā vartatā anya kāje,
Raho mān apmānmā aikya dhārī... karu vandanā 2
Aho anya kāje saho kashṭa kevā,
Bhamo vishvamā āpnu sukh devā,
Param sādhutāe svayam mūrti dhārī... karu vandanā 3
Ḍhaḷyā neṇthī nitya rele karuṇā,
Vahe veṇmā re amī garvasūnā,
Hade bhāvnā vishva kalyāṇkārī... karu vandanā 4
Nahī sādhano lesh kīdhā ame to,
Chhatā brahmanu sukh āpyu tame to,
Chhatī dehe amne maḷyā dhām dhāmī,
Karu vandanā sākshar gnān pāmī... karu vandanā 5