કીર્તન મુક્તાવલી

જેના મુખમાં શ્રીજીનું નામ છે રે એવા પ્રમુખસ્વામી

૨-૩૦૨૦: નીતિન કારિયા

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

જેના મુખમાં શ્રીજીનું નામ છે રે એવા,

 પ્રમુખસ્વામીની જય જય જય...

જેના હૈયામાં શ્રીજીનો વાસ છે રે,

 એવા પ્રમુખસ્વામીની જય જય જય

બાળકોનું વહાલ અને જુવાનોનું જોમ છે,

 એ જ વડીલોનું વહાલું નામ છે રે... ૧

કોમળ વર્તન અને વાણી વિવેકી,

 એની આંખોમાં જોનારા શ્યામ છે રે... ૨

જ્ઞાન તણી ગંગામાં સૌને હીલોળતા,

 એ તો ઉપનિષદનો સાર છે રે... ૩

અલગારી મસ્તીમાં અમૃત વહાવતા,

 એ તો માયાને તરવાનું નાવ છે રે... ૪

Jenā mukhmā Shrījīnu nām chhe re evā Pramukh Swāmīnī

2-3020: Nitin Kariya

Category: Pramukh Swami Maharajna Pad

Jenā mukhmā Shrījīnu nām chhe re evā,

Pramukh Swāmīnī jay jay jay...

Jenā haiyāmā Shrījīno vās chhe re,

Evā Pramukh Swāmīnī jay jay jay

Bāḷkonu vahāl ane juvānonu jom chhe,

E ja vaḍīlonu vahālu nām chhe re. 1

Komaḷ vartan ane vāṇī vivekī,

Enī ānkhomā jonārā Shyām chhe re. 2

Gnān taṇī Gangāmā saune hiloḷtā,

E to Upanishadno sār chhe re. 3

Algārī mastīmā amrut vahāvtā,

E to māyāne tarvānu nāv chhe re. 4

loading