કીર્તન મુક્તાવલી

આયો રે આયો રે આયો આયો રે સુવર્ણ અવસર આયો રે

૨-૩૦૧૧: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

આયો રે આયો રે આયો આયો રે, સુવર્ણ અવસર આયો રે,

છાયો રે છાયો રે છાયો છાયો રે, ઉમંગ અંતર છાયો રે,

આયો રે આયો રે આયો આયો રે, સુવર્ણ અવસર આયો રે,

 આનંદ આનંદ છાયો રે (૨)...

મળિયા અમને પ્રમુખસ્વામી, સર્યાં અમારાં કાજ રે, આજ રે,

પાયો રે પાયો રે પાયો પાયો રે, પ્રગટ હરિવર પાયો રે,

પાવનકારી નામ તમારું, કણ કણ ગુંજે કામ તમારું,

ચરણે અડસઠ તીરથ ગંગા, કરુણા ઝરતા નેન ત્રિભંગા,

પવિત્ર અંતર વસે નિરંતર સહજાનંદી સાજ રે, આજ રે... ૧

હરિકૃષ્ણાય નમઃ, તપઃપ્રિયાય નમઃ,

ધાર્મિકાય નમઃ, સહજાનંદાય નમઃ.

પરાભક્તિ ને ગુરુભક્તિમાં, લીન સદાયે બ્રહ્મમસ્તીમાં,

સુરગણ તલસે પદરજ લેવા, ગુણો તમારા અગણીત એવા,

શત શત ધારે અમૃત વરસી, ભાંગો ભવની પાજ રે, આજ રે... ૨

તવ ચરણોમાં મસ્તક ધરીએ, તન મન ધન ન્યોછાવર કરીએ,

અરજી અમારી સુણજો ગુરુવર, સ્વામિનારાયણ ભરજો અંતર,

અક્ષર તમશું પ્રીત કરી છે, ઉમંગ છલકે આજ રે, આજ રે... ૩

પ્રમુખસ્વામીની હેતલ ગંગા, વહેતી અપરંપાર રે,

પ્રમુખસ્વામીનું અંતર અમૃત, વરસે અનરાધાર રે,

પ્રમુખસ્વામીનો સુવર્ણ અવસર, આવ્યો આંગણ આજ રે,

સફળ થયો છે જન્મ અમારો, મળ્યા રાજાધિરાજ રે.

શત શત દીપ જલાવીએ, ધૂપ સુગંધ પ્રસારીએ,

આંગણિયાં ઉજાળીએ, તોરણિયા બંધાવીએ,

ફૂલડે વધાવીએ, આરતી ઉતારીએ,

જયનાદો ગજાવીએ, હોંશે હોંશે ગાઈએ,

અંતરમાં પધરાવીએ, મૂર્તિ હૈયે ધારીએ.

Āyo re āyo re āyo āyo re suvarṇa avsar āyo re

2-3011: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Āyo re āyo re āyo āyo re, suvarṇa avsar āyo re,

Chhāyo re chhāyo re chhāyo chhāyo re, umang antar chhāyo re,

Āyo re āyo re āyo āyo re, suvarṇa avsar āyo re,

  ānand ānand chhāyo re (2)...

Maḷiyā amne Pramukh Swāmī, saryā amārā kāj re, āj re,

Pāyo re pāyo pāyo pāyo re pragaṭ Harivar pāyo re.

Pāvankārī nām tamāru, kaṇ kaṇ gunje kām tamāru,

Charaṇe aḍsaṭh tīrath Gangā, karuṇā jhartā nen tribhangā,

Pavitra antar vase nirantar Sahajānandī sāj re, āj re... 1

Harikrishṇāya namaha, tapahpriyāya namaha,

Dhārmikāya namah, Sahajānandāya namaha.

Parābhakti ne gurubhaktimā, līn sadāye brahmamastīmā,

Surgaṇ talse padraj levā, guṇo tamārā agaṇit evā,

Shat shat dhāre amrut varsī, bhāngo bhavnī pāj re, āj re... 2

Tav charaṇomā mastak dharīe, tan man dhan nyochhāvar karīe,

Arjī amārī suṇajo guruvar, Swāminārāyaṇ bharajo antar,

Akshar tamshu prīt karī chhe, umang chhalke āj re, āj re... 3

Pramukh Swāmīnī hetal Gangā, vahetī aparampār re,

Pramukh Swāmīnu antar amrut, varse anarādhār re,

Pramukh Swāmīno suvarṇa avsar, āvyo āngaṇ āj re,

Safaḷ thayo chhe janma amāro, maḷyā rājādhirāj re.

 Shat shat dīp jalāvīe, dhup sugandh prasārīe,

 Āngaṇiyā ujāḷīe, toraṇiyā bandhāvīe,

 Fūlḍe vadhāvīe, ārtī utārīe,

 Jaynādo gajāvīe, honshe honshe gāīe,

 Antarmā padhrāvīe, mūrti haiye dhārīe.

loading