કીર્તન મુક્તાવલી

યુગો સુધી આ જગમાં જેના મળતા રહેશે અજવાળા

૨-૩૦૦૬: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

યુગો સુધી આ જગમાં જેના મળતા રહેશે અજવાળા,

(એ) પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

(એ) પ્રમુખસ્વામીના કાર્યોના કોઈ કરી શકે ના સરવાળા,

ગુરુવચને શીશ ધરીને, બાળપણામાં ત્યાગી થયા,

શાસ્ત્રીજી યોગીજીના એ, અનન્ય સેવક અખંડ રહ્યા,

ગુરુભક્તિના ગૌરીશિખર એ ગુરુચરણમાં રમનારા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા...

 ... યુગો સુધી ૧

બૃહદ વૈરાગી હરિ અનુરાગી પરમ તત્ત્વના વિજ્ઞાની,

પરમ એકાંતિક સિદ્ધ પુરુષ એ, નિર્વિકારી મહાનિર્માની,

પરાભક્તિના પરમ સ્વરૂપ એ રોમ રોમ હરિ ધરનારા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

 ... યુગો સુધી ૨

પરહિત કાજે સમર્પણની વેદિ પર બલિદાન કર્યું,

જગત માત્રથી નિઃસ્પૃહી તોય, લોક શ્રેયનું વહન કર્યું,

કરુણા સાગર દયાની મૂર્તિ ભવસાગર તારણહારા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

 ... યુગો સુધી ૩

નવયુવાનોને દીક્ષા દઈને ત્યાગ પરંપરા ઉજ્જ્વલ કીધી,

સંતજીવનના પ્રેરક થઈને સાધુતાની શાન કીધી,

ત્યાગ ધર્મ ને સમર્પણના અજોડ એ સર્જનહારા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

 ... યુગો સુધી ૪

દેશે વિદેશે શત શત મંદિર ઉપાસનાના ધામ કીધા,

પશ્ચિમમાં જુઓ સંસ્કૃતિના કીર્તિમંદિરો સ્થાપી દીધા,

જગત સૂર્ય એ હિંદુ ધર્મના અજોડ એના અજવાળા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

 ... યુગો સુધી ૫

દીનદુઃખિયાના ઝૂપડાઓમાં ઘુમીઘુમીને સેવા કરી,

અબોલ પશુ પંખીઓના બેલી બનીને પીડા હરી,

શ્વાસોચ્છ્‍વાસે સેવાનો એ જીવનમંત્ર જીવનારા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

 ... યુગો સુધી ૬

પાપી કર્મોના પુંજ સમા કંઈ પાપીજનોના પાપ હર્યા,

ક્રૂર દુષ્ટ કંઈ હૈયાઓમાં પ્રેમ ભક્તિ છલકાવી દીધા,

માનવ પરિવર્તનના કસબી દાનવને દેવ કરનારા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

 ... યુગો સુધી ૭

વેરઝેરની જ્વાળાઓ પ્રેમ સીંચીને શાંત કરી,

ઊંચ નીંચને જાતી-ધર્મના ભેદ ભુલાવી ક્રાંતિ કરી,

શાંતિ ધર્મના શાંતિદૂત એ શાંત ક્રાંતિના કરનારા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

 ... યુગો સુધી ૮

દેશ વિદેશે સંસ્કૃતિના દીપસમા યુવાનો કર્યા,

બાળમંડળો યુવામંડળો નવીન આભા સભર કર્યા,

સદાચારને ચારિત્ર્યના અજવાળા પાથરનારા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

 ... યુગો સુધી ૯

બ્રહ્મચર્યમાં ભિસ્મ સમા રહી, સ્ત્રી ઉદ્ધારના કાજ કર્યા,

મહિલામંડળો યુવતીમંડળો નારી ગૌરવ ધામ બન્યા,

જગજનની ઉદ્ધારક એ નિષ્કલંક જુઓ પરવાળા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

 ... યુગો સુધી ૧૦

સમાજ સેવાના સકલ ક્ષેત્રમાં અણમૂલા પ્રદાન કર્યા,

આરોગ્ય ને વિદ્યા મંદિરો, લોક સેવાના દ્વાર કર્યા,

દિવસ રાતની પરવા વિના, ગામો ગામ એ ઘુમી રહ્યા,

દેહના ચુરે ચુરા કરીને અગણિતના ઉદ્ધાર કર્યા,

સહજાનંદી ધર્મરથના જગભરમાં એ વહનારા,

પ્રમુખસ્વામીના ગુણોના કોઈ ગણી શકે ના સરવાળા,

 ... યુગો સુધી ૧૧

Yugo sudhī ā jagmā jenā maḷtā raheshe ajvāḷā

2-3006: unknown

Category: Pramukh Swami Maharajna Pad

Yugo sudhī ā jagmā jenā maḷtā raheshe ajvāḷā,

(E) Pramukh Swāmīnā guṇonā koī gaṇī shake nā sarvāḷā,

(E) Pramukh Swāmīnā kāryonā koī karī shake nā sarvāḷā...

Guruvachanne shīsh dharīne, bāḷpaṇāmā tyāgī thayā,

Shāstrījī Yogījīnā e, ananya sevak akhanḍ rahyā,

Gurubhaktinā gaurīshikhar e gurucharaṇmā ramnārā,

Pramukh Swāmīnā guṇonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 1

Bruhad vairāgī Hari anurāgī param tattvanā vignānī,

Param ekāntik siddh purush e, nirvikārī mahānirmānī,

Parābhaktinā param swarūp e rom rom Hari dharnārā,

Pramukh Swāmīnā guṇonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 2

Parhit kāje samarpaṇnī vedi par balidān karyu,

Jagat mātrathī nispruhi toy, lok shreynu vahan karyu,

Karuṇā sāgar dayānī mūrti bhavsāgar tāraṇhārā,

Pramukh Swāmīnā guṇonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 3

Navyuvānone dīkshā daīne tyāg paramparā ujjaval kīdhī,

Santjīvannā prerak thaīne sādhutānī shān kīdhī,

Tyāg dharma ne samarpaṇnā ajoḍ e sarjanhārā,

Pramukh Swāmīnā guṇonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 4

Deshe videshe shat shat mandir upāsanānā dhām kīdhā,

Paschimmā juo sanskrutinā kīrtimandiro sthāpī dīdhā,

Jagat sūrya e Hindu dharmanā ajoḍ enā ajvāḷā,

Pramukh Swāmīnā kāryonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 5

Dīndukhiyānā jhūpaḍāomā ghumīghumīne sevā karī,

Abol pashu pankhīonā belī banīne pīḍā harī,

Shvaso-shvase sevāno e jīvanmantra jīvnārā,

Pramukh Swāmīnā kāryonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 6

Pāpī karmonā punj samā kai pāpījanonā pāp haryā,

Krur dushṭ kai haiyāomā prem bhakti chhalkāvī dīdhā,

Mānav parivartannā kasabī dānavne dev karnārā,

Pramukh Swāmīnā kāryonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 7

Verjhernī jvāḷāo prem sīnchīne shānt karī,

Ūnch nīchne jāti-dharmanā bhed bhulāvī krānti karī,

Shānti dharmanā shāntidūt e shānt krāntinā karnārā.

Pramukh Swāmīnā kāryonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 8

Desh videshe sanskrutinā dīpsamā yuvāno karyā,

Bāḷmanḍaḷo yuvāmanḍaḷo navīn ābhā sabhar karyā,

Sadāchārne chāritryanā ajvāḷā pātharnārā,

Pramukh Swāmīnā kāryonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 9

Brahmacharyamā Bhishma samā rahī, strī uddhārnā kāj karyā,

Mahilāmanḍaḷo yuvatīmanḍaḷo nārī gaurav dhām banyā,

Jagjannīnā uddhārak e nishkalank juo parvāḷā,

Pramukh Swāmīnā kāryonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 10

Samāj sevānā sakal kshetramā aṇmūlā pradān karyā,

Ārogya ne vidyā mandiro, lok sevānā dvār karyā,

Divas rātnī parvā vinā, gāmo gām e ghumī rahyā,

Dehnā chure churā karīne agaṇitnā uddhār karyā,

Sahajānandī dharmarathnā jagbharmā e vahanārā.

Pramukh Swāmīnā kāryonā koī gaṇī shake nā sarvāḷā.

  ... yugo sudhī 11

loading