કીર્તન મુક્તાવલી

એવી શોભાને ધારતા આવે મનોહરલાલ

૨-૨૫૧: ગોપાળદાસ

Category: અમદાવાદમાં શ્રીહરિની લીલાનાં પદો

પદ - ૪

એવી શોભાને ધારતા, આવે મનોહરલાલ;

અમૃતની દૃષ્ટિ કરે, સૌને વધારે વા’લ... ꠶ ૧

ચૌટામાં આવ્યા શામળો, ભીડ મચી ભરપૂર;

ગુણીજન ભેટ્યું લઈને, આવ્યા હરિને હજૂર... ꠶ ૨

મેડી ઝરુખે જાળિયે, ચડી હેરે પુરનાર;

પુષ્પ વેરે પારિજાતનાં, છાંટે ચંદનની ગાર... ꠶ ૩

નગરશેઠ હેમાભાઈ, તેની માતાએ ઘેર;

સોનાના ફૂલડે વધાવિયા, શ્યામસુંદર બહુ પેર... ꠶ ૪

પુરવાસી પાવન કરી, આવ્યા મંદિરમાં આપ;

દાસ ગોપાળ કહે બાળિયાં, કોટિ જનમનાં પાપ... ꠶ ૫

Evī shobhāne dhārtā āve Manoharlāl

2-251: Gopaldas

Category: Amdavad Shrihari Leela Pad

Pad - 4

Evī shobhāne dhārtā, āve Manoharlāl;

Amṛutnī draṣhṭi kare, saune vadhāre vā’l... ° 1

Chauṭāmā āvyā Shāmaḷo, bhīḍ machī bharpūr;

Guṇījan bheṭyu laīne, āvyā Harine hajūr... ° 2

Meḍī zarukhe jāḷiye, chaḍī here purnār;

Puṣhpa vere pārijātnā, chhānṭe chandannī gār... ° 3

Nagarsheṭh Hemābhāī, tenī mātāe gher;

Sonānā fūlaḍe vadhāviyā, Shyāmsundar bahu per... ° 4

Purvāsī pāvan karī, āvyā mandirmā āp;

Dās Gopāḷ kahe bāḷiyā, koṭi janamnā pāp... ° 5

loading