કીર્તન મુક્તાવલી

બાળસખા સૌ આવો રે સ્વામીને હર્ષે વધાવો રે

૨-૨૩૧: સાધુ અક્ષરજીવનદાસ

Category: બાળ કીર્તનો

બાળસખા સૌ આવો રે, સ્વામીને હર્ષે વધાવો રે;

સ્વામીને માટે તારલિયાના, ઝગમગતા દીપ લાવો રે... બાળ꠶ ૧

ઊંચે ઊંચે વાદળમાં જઈ, ફૂલોને વરસાવો રે;

નાના મોટા વાજીંતર લઈ, ગીત મધુરા ગાવો રે;

સ્વામીને માટે સ્વાગતની ભાઈ, મીઠી ધૂન મચાવો રે... બાળ꠶ ૨

રંગબેરંગી રંગો પૂરી, આંગણિયાં રંગાવો રે,

આકાશે તોરણિયાં બાંધી, જય જયકાર કરાવો રે,

અક્ષરધામથી આવ્યા સ્વામી, ચરણે શીશ ઝૂકાવો રે... બાળ꠶ ૩

Bāḷsakhā sau āvo re Swāmīne harshe vadhāvo re

2-231: Sadhu Aksharjivandas

Category: Bal Kirtan

Bāḷsakhā sau āvo re, Swāmīne harshe vadhāvo re;

Swāmīne māṭe tārliyānā, jhagmagtā dīp lāvo re... bāḷ 1

 Ūnche ūnche vādaḷmā jaī, fūlone varsāvo re;

 Nānā moṭā vājīntar laī, gīt madhurā gāvo re;

Swāmīne māṭe swāgatnī bhāī, mīṭhī dhun machāvo re... bāḷ 2

 Rangberangī rango pūrī, āngaṇiyā rangāvo re;

 Ākāshe toraṇīyā bāndhī, jay jaykār karāvo re;

Akshardhāmthī āvyā Swāmī, charaṇe shīsh jhukāvo re... bāḷ 3

loading