કીર્તન મુક્તાવલી

ઘનશ્યામને વધાવ્યા’તા અમે મંદિરિયામાં શોભતા

૨-૨૨૧: સાધુ વિદ્યાસાગરદાસ

Category: બાળ કીર્તનો

ઘનશ્યામને વધાવ્યા’તા અમે મંદિરિયામાં શોભતા,

ઘનશ્યામને નિહાળ્યા’તા અમે આંગણિયામાં ખેલતા... ꠶ટેક

ઘનશ્યામની સંગે ઉમંગે અમે જઈ રમ્યા’તા,

થૈ થનક થૈ, થૈ થનક થૈ, થૈ થનક થૈ, થૈ થનક;

આનંદે ઉલ્લાસ ભરેલા રાસ રમી નાચ્યા’તા,

ઠુમક ઠુમક જૈ, અલક મલક જૈ, અલક મલક જૈ, ઠુમક ઠુમક;

ઘનશ્યામને નિહાળ્યા’તા અમે ફૂલડાંઓથી શોભતા... ꠶ ૧

ઘનશ્યામ છે મેહૂલિયો અમે એના મોરલિયા,

ટૌ ટહૂક ટૌ, ટૌ ટહૂક ટૌ, ટૌ ટહૂક ટૌ, ટહૂક ટહૂક;

ઘનશ્યામ છે ચાંદલિયો અમે એના તારલિયા,

શું ચમક, ઝગમગ ઝગમગ, થાય અજબ અજબ, ઝગમગ ઝગમગ;

ઘનશ્યામને ઝુલાવ્યા’તા અમે મસ્તીભર્યા ડોલતા... ꠶ ૨

મીઠા એના બોલ સુણીને અમે સહુ દોડ્યા’તા,

જૈ તરત, ઝટપટ કરી, ઝટપટ કરી, જૈ જૈ તરત;

અંતરનાં અમ દ્વાર ઉઘાડો અમે સહુ બોલ્યા’તા,

ત્યાં પ્રગટ, નટખટ થયા, નટખટ તરત, ત્યાં પ્રગટ પ્રગટ;

ઘનશ્યામને અમે સાંભળ્યા છે, પ્રમુખ સ્વામીમાં બોલતા... ꠶ ૩

Ghanshyāmne vadhāvyā’tā ame mandiriyāmā shobhtā

2-221: Sadhu Vidyasagardas

Category: Bal Kirtan

Ghanshyāmne vadhāvyā’tā ame mandiriyāmā shobhtā,

Ghanshyāmne nihāḷyā’tā ame āngaṇīyāmā kheltā...

 Ghanshyāmnī sange umange ame jaī ramyā’tā,

 Thaī thanak thaī, thaī thanak thaī,

 thaī thanak thaī, thaī thanak;

 Ānande ullās bharelā rās ramī nāchyā’tā,

 Ṭhumak ṭhumak jaī, alak malak jaī,

 alak malak jaī, ṭhumak ṭhumak;

Ghanshyāmne nihāḷyā’tā ame fūlḍāothī shobhtā... 1

 Ghanshyām chhe mehuliyo ame enā moraliyā,

 Tau tahuk tau, tau tahuk tau,

 tau tahuk tau, tahuk tahuk;

 Ghanshyām chhe chāndaliyo ame enā tāraliyā,

 Shu chamak, jhagmag jhagmag,

 thāy ajab ajab, jhagmag jhagmag;

Ghanshyāmne jhulāvyā’tā ame mastībharyā ḍoltā... 2

 Mīthā enā bol sunīne ame sahu doḍyā’tā,

 Jai tarat, jhatpat karī,

 jhatpat karī, jaī jaī tarat;

 Antarnā am dvār ūghāḍo ame sahu bolyā’tā,

 Tyā pragaṭ, naṭkhaṭ thayā,

 naṭkhaṭ tarat, tyā pragaṭ pragaṭ;

Ghanshyāmne ame sāmbhaḷyā chhe,

Pramukh Swāmīmā boltā... 3

loading