કીર્તન મુક્તાવલી

છીએ અમે તો છોટાજી પણ વિચારો મોટાજી

૨-૨૨૦: સાધુ જ્ઞાનેશ્વરદાસ

Category: બાળ કીર્તનો

છીએ અમે તો છોટાજી પણ વિચારો મોટાજી;

મોટા થઈને પ્રભુ ભજાય એ સંકલ્પો ખોટાજી... ꠶ટેક

 વહેલા ઊઠી ન્હાઈએ ધોઈએ

 સ્વામીશ્રીજીની પૂજા કરીએ

 માતાપિતાને પ્રણામ કરીએ

દફતર લઈને, નિશાળ જઈએ, આચાર્યને અમે નમીએજી... ૧

 સારી સોબત સંગે રમીએ

 કૂટેવોથી દૂર જ રહીએ

 સદૈવ સારા કામ જ કરીએ

રમતાં જમતાં, હરતાં ફરતાં, શ્રીજીને અમે યાદ કરીએજી... ૨

 ઘરમાં સુંદર મંદિર કરીએ

 આરતી કરીએ દંડવત કરીએ

 ભાતભાતના થાળ તો ધરીએ

મીઠી મધુરી, વ્હાલ ભરેલી, પરસાદી અમે જમીએજી... ૩

Chhīe ame to chhoṭājī paṇ vichāro moṭājī

2-220: Sadhu Gnaneshwardas

Category: Bal Kirtan

Chhīe ame to chhoṭājī, paṇ vichāro moṭājī;

Motā thaīne Prabhu bhajāy, e sankalpo khoṭājī...

 Vahelā ūṭhī nhāie dhoīe,

 Swāmī Shrījīnī pūjā karīe,

 Mātāpītāne praṇām karīe,

Daftar laīne, nishāḷ jaīe, āchāryane ame namīejī... 1

 Sārī sobat sange ramīe,

 Kuṭevothī dūr ja rahīe,

 Sadaīv sārā kām ja karīe,

Ramtā jamtā, hartā fartā, Shrījīne ame yād karīejī... 2

 Gharmā sundar mandir karīe,

 Ārtī karīe danḍvat karīe,

 Bhātbhātnā thāḷ to dharīe,

Mīṭhī madhurī, vhāl bhareli, parsādī ame jamīejī... 3

loading