કીર્તન મુક્તાવલી

છબીલા વા’લા છોડો દેવાધિદેવ દોરડો

૨-૨૧૯: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

(છેડાછેડી છોડવાનું ગીત)

છબીલા વા’લા છોડો દેવાધિદેવ દોરડો, દીસે દોરડિયે દસ ગાંઠ રે... ꠶ ૧

ગાંઠ અનેક જનમની આવરી, તેને લાગશે લગારેક વાર રે... ꠶ ૨

કળે કળે કરીને છોડજ્યો, નહિ તો તૂટી જશે નિરધાર રે... ꠶ ૩

અહં દેહ અભિમાન દોરડો, મહા વિકટ છે વિપરીત રે... ꠶ ૪

તમે તોડવાને તો તૈયાર છો, કાંઈ રાખજ્યો છોડવાની રીત રે... ꠶ ૫

વા’લા આકળે અરથ સરે નહિ, ધરી ધીરજ કરો વિચાર રે... ꠶ ૬

વા’લા ગાંઠ છોડ્યે તમે છૂટશો, આંટી કાઢી જોડશે આણી વાર રે... ꠶ ૭

તે તો તમારે હાથ હરિ છૂટશે, એમાં નથી અમારો કાંઈ દોષ રે... ꠶૮

દયા કરીને છોડજ્યો દોરડો, રખે રાંક જાણી કરો રોષ રે... ꠶ ૯

તમે અનેક જુગતિ આદરી, વિધ્યે વિધ્યે કરો છો વિચાર રે... ꠶ ૧૦

સ્વામી નિષ્કુળાનંદના સમર્થ છો, જો છોડો તો સઈ છે વાર રે... ꠶ ૧૧

Chhabīlā vā’lā chhoḍo Devādhidev dorḍo

2-219: Sadguru Nishkulanand Swami

Category: Avi Aksharvarni Jan

(Chheḍāchheḍī chhoḍvānu gīt)

Chhabīlā vā’lā chhoḍo Devādhidev dorḍo, dīse doraḍiye das gāṭh re... ° 1

Gāṭh anek janamnī āvarī, tene lāgashe lagārek vār re... ° 2

Kaḷe kaḷe karīne chhoḍjyo, nahi to tūṭī jashe niradhār re... ° 3

Aham deh abhimān dorḍo, mahā vikaṭ chhe viparīt re... ° 4

Tame toḍvāne to taiyār chho, kāī rākhjyo chhoḍvānī rīt re... ° 5

Vā’lā ākaḷe arath sare nahi, dharī dhīraj karo vichār re... ° 6

Vā’lā gāṭh chhoḍye tame chhūṭsho, ānṭī kāḍhī jodshe āṇī vār re... ° 7

Te to tamāre hāth Hari chhūṭshe, emā nathī amāro kāī doṣh re... °8

Dayā karīne chhoḍjyo dorḍo, rakhe rānk jāṇī karo roṣh re... ° 9

Tame anek jugti ādarī, vidhye vidhye karo chho vichār re... ° 10

Swāmī Niṣhkuḷānandnā samarth chho, jo chhoḍo to saī chhe vār re... ° 11

loading