કીર્તન મુક્તાવલી

રાધાજી તમારો નાવલિયો

૨-૨૧૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

(હસ્તમેળાપ તથા ચોરી વખતે ગાવાનું - બંને પક્ષ ગાઈ શકે)

રાધાજી તમારો નાવલિયો,

નેણાં ભરી નીરખ્યા જેવો, ચિત્ત ધરી નીરખ્યા જેવો;

મંદિરિયામાં રાખો રે દઈ માન,

હવે નહિ રે જાવા દેવો; કદિ નહિ રે જાવા દેવો... ꠶ટેક

કમળા એના કરે રે જતન, હાંજી હાંજી કરતી ડોલે;

મીટેથી પલક ન મેલે, ખમા ખમા કહીને બોલે... ꠶ ૧

નવલ સનેહી રે નંદલાલો, વ્હાલો સૌને વ્રજપતિ;

હૈડાનો હાર નેણાંનો શણગાર, રાખો ઉર કરી વિનતિ... ꠶ ૨

રાધાજી તમારે ઓરડિયે, જાદવરાયના જતન કરો;

રાધા માધવ જોડ પૂરો કોડ, પ્રેમાનંદના તાપ હરો... ꠶ ૩

Rādhājī tamāro nāvaliyo

2-214: Sadguru Premanand Swami

Category: Avi Aksharvarni Jan

(Hast-meḷāp tathā chorī vakhate gāvānu - banne pakṣh gāī shake)

Rādhājī tamāro nāvaliyo,

neṇā bharī nīrakhyā jevo, chitta dharī nīrakhyā jevo;

Mandiriyāmā rākho re daī mān,

Have nahi re jāvā devo; kadi nahi re jāvā devo... °ṭek

Kamaḷā enā kare re jatan, hājī hājī kartī ḍole;

Mīṭethī palak na mele, khamā khamā kahīne bole... ° 1

Naval sanehī re Nandlālo, vhālo saune Vrajpati;

Haiḍāno hār neṇāno shaṇgār, rākho ur karī vinati... ° 2

Rādhājī tamāre oraḍiye, Jādavrāynā jatan karo;

Rādhā Mādhav joḍ pūro koḍ, Premānandnā tāp haro... ° 3

loading