કીર્તન મુક્તાવલી

જડવાસી જડવાસી ઊભા આગે

૨-૨૦૫: અખંડાનંદ મુનિ

Category: આવી અક્ષરવરની જાન

(પસ ભરતી વખતે)

જડવાસી જડવાસી ઊભા આગે,

 વિધિ કરી વિનતા વાનો માગે... ꠶ ૧

ગોળ દેજ્યો ગોળ દેજ્યો ગળ્યા બોલ્યા,

 જગ જશ રહો તમારો અમોલા... ꠶ ૨

લાડુ દેજ્યો લાડુ દેજ્યો લાડકડા,

 રૂડા લાગો ધર્મકુંવર નાનકડા... ꠶૩

વાનો દેજ્યો વાનો દેજ્યો વા’લા મારા,

 આશ કરી ઊભા છે દાસ તમારા... ꠶ ૪

પાપડ દેજ્યો પાપડ દેજ્યો પ્રેમ આણી,

 દયા કરો દાસ તમારા જાણી... ꠶ ૫

મીઠું દેજ્યો મીઠું દેજ્યો મીઠા માવ,

 મીઠું બોલી તારો છો ભવ દરિયાવ... ꠶ ૬

રૂ દેજ્યો રૂ દેજ્યો રૂપાળા,

 રૂપ જોઈ જન થયાં છે સુખાળાં... ꠶ ૭

પાટેથી ઉઠાડ્યા મામાએ ગ્રહી બાંય,

 અખંડ કહે સૂતા જઈ સુખ સજાયે... ꠶ ૮

Jaḍavāsī jaḍavāsī ūbhā āge

2-205: Akhandanand Muni

Category: Avi Aksharvarni Jan

(Pas bharatī vakhate)

Jaḍavāsī jaḍavāsī ūbhā āge,

 Vidhi karī vinatā vāno māge... ° 1

Goḷ dejyo goḷ dejyo gaḷyā bolyā,

 Jag jash raho tamāro amolā... ° 2

Lāḍu dejyo lāḍu dejyo lāḍakḍā,

 Rūḍā lāgo Dharmakuvar nānakḍā... °3

Vāno dejyo vāno dejyo vā’lā mārā,

 Āsh karī ūbhā chhe dās tamārā... ° 4

Pāpaḍ dejyo pāpaḍ dejyo prem āṇī,

 Dayā karo dās tamārā jāṇī... ° 5

Mīṭhu dejyo mīṭhu dejyo mīṭhā māv,

 Mīṭhu bolī tāro chho bhav dariyāv... ° 6

Rū dejyo rū dejyo rūpāḷā,

 Rūp joī jan thayā chhe sukhāḷā... ° 7

Pāṭethī uṭhāḍyā māmāe grahī bāy,

 Akhanḍ kahe sūtā jaī sukh sajāye... ° 8

loading