કીર્તન મુક્તાવલી

ચાલો ચાલો જલદી જલદી બાળ સભામાં જઈએ

૨-૨૦૧૫: સાધુ મધુરવદનદાસ

Category: બાળ કીર્તનો

(હા હા હા હા હા... હો હો હો હો હો...)

રવીવારની રજા રજા, બાળ સભાની મજા મજા...

મજા મજા, મજા મજા બાળ સભાની મજા મજા...

ચાલો ચાલો જલદી જલદી, બાળ સભામાં જઈએ;

સંતો બોલાવે છે દોડી, બાળ સભામાં જઈએ;

મજા મજા, મજા મજા, બાળ સભાની મજા મજા.... ૧

બાળ સભાની શરૂઆતમાં દર્શન દંડવત્ કરીએ,

આનંદે ઉમંગે ચાલો જયનાદો ગુંજવીએ;

 સહજાનંદસ્વામી મહારાજની જય,

 અક્ષરપુરુષોત્તમ મહારાજની જય,

 ભગતજી મહારાજની જય,

 શાસ્ત્રીજી મહારાજની જય,

 યોગીજી મહારાજની જય,

 પ્રમુખસ્વામી મહારાજની જય

બાળ સભાની શરૂઆતમાં દર્શન દંડવત્ કરીએ,

આનંદે ઉમંગે ચાલો જયનાદો ગુંજવીએ;

જયનાદો ગુંજવીએ... ચાલો ચાલો꠶ ૨

ધૂનગાનમાં તાલી બજાવી સ્વામીશ્રીજી રટીએ,

ધ્યાન પ્રાર્થના સ્તુતી કરીને હાથ જોડીને નમીએ;

 સ્વામી અને નારાયણ (૨)

 અક્ષર અને પુરુષોત્તમ (૨)

 સ્વામી તે ગુણાતીત સ્વામી (૨)

 નારાયણ સહજાનંદ સ્વામી (૨)

ધૂનગાનમાં તાલી બજાવી સ્વામીશ્રીજી રટીએ,

ધ્યાન પ્રાર્થના સ્તુતી કરીને હાથ જોડીને નમીએ;

હાથ જોડીને નમીએ... ચાલો ચાલો꠶ ૩

હરિના કીર્તન ગાઈ હરિને કાલાવાલા કરીએ,

સરસ મજાની સુણી વાર્તા જ્ઞાનનું ભાથું કરીએ;

 નાના બાળકોની છુક છુક ગાડી જાય (૨)

હરિના કીર્તન ગાઈ હરિને કાલાવાલા કરીએ,

સરસ મજાની સુણી વાર્તા જ્ઞાનનું ભાથું કરીએ;

જ્ઞાનનું ભાથું કરીએ... ચાલો ચાલો꠶ ૪

રમ્મત કરીએ ગમ્મત કરીએ પ્રભુને વહાલા થઈએ,

થાળ આરતી કરી પ્રેમથી મીઠો પ્રસાદ જમીએ;

 લાડું ખાવું? ઓ યા... રોટલી ખાવું? ઓ યા...

 પાતરા ખાવું? ઓ યા... ખાખરા ખાવું? ઓ યા..

 શીરો ખાવું? ઓ યા... પૂરી ખાવું? ઓ યા...

 ખમણ ખાવું? ઓ યા... માખણ ખાવું? ઓ યો...

 લાડું ખાવું, રોટલી ખાવું, પાતરા ખાવું,

 ખાખરા ખાવું, શીરો ખાવું, પૂરી ખાવું,

 ખમણ ખાવું, માખણ ખાવું, લાડું ખાવું,

 પેંડા ખાવું, ઈંડા ખાવું?... ના ના ના ના ના ના!

રમ્મત કરીએ ગમ્મત કરીએ પ્રભુને વહાલા થઈએ,

થાળ આરતી કરી પ્રેમથી મીઠો પ્રસાદ જમીએ;

મીઠો પ્રસાદ જમીએ... ચાલો ચાલો꠶ ૫

સંસ્કારોની ગંગાને આ જગમાં વહેતી કરીએ,

પ્રમુખસ્વામીને રાજી કરીને આદર્શ બાળક બનીએ;

 માત્રુ દેવો ભવઃ । માતાને દેવ સમાન જાણો,

 પીત્રુ દેવો ભવઃ । પીતાને દેવ સમાન જાણો,

 સત્યમ્ વદઃ । સાચુ બોલો

 પ્રીયમ્ વદઃ । પ્રીય બોલો

સંસ્કારોની ગંગાને આ જગમાં વહેતી કરીએ,

પ્રમુખસ્વામીને રાજી કરીને આદર્શ બાળક બનીએ;

આદર્શ બાળક બનીએ... ચાલો ચાલો꠶ ૬

Chālo chālo jaladī jaladī bāḷ sabhāmā jaīe

2-2015: Sadhu Madhurvadandas

Category: Bal Kirtan

(Ālāp: hā... hā... hā... ho... ho... ho... lā... lā... lā... )

Ravivārnī rajā rajā, bāḷ sabhānī majā majā,

Majā majā majā, bāḷ sabhānī majā majā,

Chālo chālo jaldī jaldī bāḷ sabhāmā jaīe,

Santo bolāve chhe doḍī bāḷ sabhāmā jaīe,

  majā majā...

Bāḷ sabhānī sharuātmā darshan danḍvat karīe,

Ānande umange chālo jaynādo gunjavīe,

  chālo chālo... 1

Sahajānand Swāmī Mahārājnī jay,

Akshar Purushottam Mahārājnī jay,

Bhagatjī Mahārājnī jay,

Shāstrījī Mahārājnī jay,

Yogījī Mahārājnī jay,

Pramukh Swāmī Mahārājnī jay.

(ālāp: hā... hā... hā... ho... ho... ho... lā... lā... lā... )

Dhun gānmā tālī bajāvī Swāmī Shrījī raṭīe,

Dhyān prārthanā stuti karīne hāth joḍīne namīe,

  chālo chālo... 2

Swāmī ane Nārāyaṇ, Akshar ane Purushottam

Swāmī te Guṇātīt Swāmī, Nārāyaṇ Sahajānand Swāmī

Harinā Kīrtan gāī Harine, kālāvālā karīe;

Saras majānī suṇī vārtā, gnānnu bhāthu bharīe,

  chālo chālo... 3

Nānā bāḷkonī chhukchhuk gāḍḍḍḍḍī jāy... (2)

(ālāp: hā... hā... hā... ho... ho... ho... lā... lā... lā... )

Rammat ramīe gammat karīe, Prabhune vhālā thaīe,

Thāḷ ārtī karī premthī, miṭho prasād jamīe,

  chālo chālo... 4

Lāḍu khāu - oīyā, penḍā khāu - oīyā

Roṭlī khāu - oīyā, pātrā khāu - oīyā,

Khākhrā khāu - oīyā shīro khāu - oīyā,

Pūrī khāu - oīyā, khamaṇ khāu - oīyā,

Mākhaṇ khāu - oīyā

(Lāḍḍḍḍḍu khāu - roṭlī khāu - pātrā khāu - khākhrā khāu

shīro khāu - pūrī khāu - khamaṇ khāu - mākhaṇ khāu

lāḍḍḍḍḍu khāu - roṭlī khāu - penḍḍḍḍḍā khāu -

īnḍḍḍḍḍā khāu nā... nā... nā... )

Sanskāronī Gangāne ā jagmā vahetī karīe,

Pramukh Swāmīne rājī karīne, ādarsh bāḷak banīe,

  chālo chālo... 5

Mātru devo bhav: Mātāne dev samān jāṇo

Pitru devo bhav: Pitāne dev samān jāṇo

Satyam vad: Sāchu bolo

Priyam vad: Priya bolo

(Ālāp: hā... hā... hā... ho... ho... ho... lā... lā... lā... )

Sanskāronī Gangāne ā jagmā vahetī karīe,

Pramukh Swāmīne rājī karīne ādarsh bāḷak banīe;

ādarsh bāḷak banīe...

  Chālo chālo° 6

loading