કીર્તન મુક્તાવલી

મારા ઘનશ્યામ નાના છે

૨-૨૦૦૨: સાધુ અમૃતસ્વરૂપદાસ

Category: બાળ કીર્તનો

મારા ઘનશ્યામ નાના છે, દુનિયાના એ રાજા છે... ꠶ટેક

સૂરજ ચાંદો ચમકાવે, ટમ ટમ તારા ટમકાવે,

ધરતી અદ્ધર લટકાવે, ઝરમર વર્ષા વરસાવે... મારા꠶ ૧

ફૂલોમાંહી સુગંધ ભરે, પતંગીયામાં રંગ પૂરે,

પંખી ગાતા ઉડતા કરે, મછલી-મગરને તરતા કરે... મારા꠶ ૨

માનવને એ બુદ્ધિ દીયે, સૌની એ સંભાળ લીયે,

પ્રમુખસ્વામીમાં પ્રગટ રહે, એવા પ્રભુજી મુજને ગમે... મારા꠶ ૩

Mārā Ghanshyām nānā chhe

2-2002: Sadhu Amrutswarupdas

Category: Bal Kirtan

 Mārā Ghanshyām nānā chhe, duniyānā e rājā chhe... °ṭek

Sūraj chāndo chamkāve, ṭam ṭam tārā ṭamkāve,

 Dhartī addhar laṭkāve, zarmar varṣhā varsāve... Mārā° 1

Fūlomāhī sugandh bhare, patangīyāmā rang pūre,

 Pankhī gātā uḍatā kare, machhalī-magarne tartā kare... Mārā° 2

Mānavne e buddhi dīye, saunī e sambhāḷ līye,

 Pramukh Swāmīmā pragaṭ rahe, evā Prabhujī mujne game... Mārā° 3

loading