કીર્તન મુક્તાવલી

હે જી મેં તો હરખે નિહાળ્યા નાથ

૨-૧૯૯: ઈન્દ્રજીત ચૌધરી

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

હે જી મેં તો હરખે નિહાળ્યા નાથ,

 આજ મારો ઝાલ્યો સ્વામીએ હાથ... ꠶ટેક

પરમ પુનિત એની દૃષ્ટિ કૃપાથી, ધન્ય થયો અવતાર;

શ્રીજી સમા એવા પ્રમુખસ્વામીએ;

 આજ મહેર કરી મારે માથ... હે જી꠶ ૧

ભવનાં બંધન બધાં છૂટી ગયાં ને, ખોલ્યાં અક્ષરનાં દ્વાર;

ડગ રે ભરું હું તો સ્વામી સંગાથે;

 આજ પામ્યો અલૌકિક સાથ... હે જી꠶ ૨

હેત ઘણાં એવાં સ્વામીનાં પામી, આજ ‘ઇન્દ્ર’ થયો રે નિહાલ;

ઘણું રે જીવો મારા પ્રમુખજી પ્રીતમ;

 આ ચાંદ-સૂરજની સંગાથ... હે જી꠶ ૩

He jī me to harkhe nihaḷyā Nāth

2-199: Indrajit Chaudhari

Category: Pramukh Swami Maharajna Pad

He jī me to harkhe nihaḷyā Nāth,

 Āj māro jhālyo Swāmīe hāth...

Param punīt enī drashṭi krupāthī,

 dhanya thayo avatār;

Shrījī samā evā Pramukh Swāmīe;

 Āj maher karī māre māth... he jī 1

Bhavnā badhan badhā chhuṭi gayā ne,

 kholyā Aksharnā dvār;

Dag re bharu hu to Swāmī sangāthe;

 Āj pāmyo alaukik sāth... he jī 2

Het ghaṇā evā Swāmīnā pāmī,

 āj ‘Īndra’ thayo re nihāl;

Ghaṇu re jīvo mārā Pramukhjī prītam;

 Ā chānd-sūrajnī sangāth... he jī 3

loading