કીર્તન મુક્તાવલી

કહે છે લોકો આ જગમાં હિમાલય સૌથી ઊંચો છે

૨-૧૭૦૧૫: સાધુ બ્રહ્મપ્રકાશદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

(‘યજ્ઞપુરુષ સુખકારી’ નૃત્યનાટિકાનાં કીર્તનો)

કહે છે લોકો આ જગમાં, હિમાલય સૌથી મોટો છે,

પણ મહેળાવનો બાળ અમારો, ડુંગર એથી મોટો છે.

ડુંગર ભક્ત મહાન છે, ગામ તણી એ શાણ છે,

ઝગમગ થાશે એનું નામ, જો જો કરશે એવા કામ.

  ...કહે છે લોકો ૧

જન્મ થયો તો એનો જ્યારે, મંગળ ગીતો વાગ્યા’તા,

વસંતના વાયુમાં અહિયાં, જયનાદો બહું ગાજ્યા’તા,

દર્શન કરવા દેવો આ આસમાનમાં આવ્યા’તા,

માત હેતબા તાત ધોરીભાઈ, જોઈ જોઈ હરખાયા’તા,

શુકમુનિ એ આવી એને, વર્તમાન ધરાવ્યા’તા,

ગુણાતીતાનંદ સ્વામી એને આશિષ દેવા આવ્યા’તા,

સંસ્કારી છે પૂર્વ જનમનો, મોટો ભક્ત થવાનો આ,

કંઈક જીવોનું કલ્યાણ કરશે, એવું બન્ને કહેતા’તા,

  ...કહે છે લોકો ૨

એક રાત્રે પિતા ગયા’તા, બાળને મૂકી ખેતરમાં,

જાગી ડુંગર ભક્ત, એકલા ચાલીને જઈ પહોચ્યા ત્યાં,

પૂછે પિતા કે બીક ન લાગી, ભૂત વસે છે રસ્તામાં,

ડુંગર કહે ભગાડી દે, હરિ સ્મરી બે મુક્કામાં,

  ...કહે છે લોકો ૩

સાત વર્ષની નાની વયમાં, પૂનમે વડતાલ જતા,

લહિયાના ફેકેલા પાણા, વીની લઈને કરે કથા,

એક વાર એક માણ ભટ્ટજી કથા વાંચતા દેવ થયા,

માણ વગાડી મહાભારતની, ડુંગર ભક્તે કરી કથા,

  ...કહે છે લોકો ૪

અમીર ગામના રાવજીભાઈ, જેને ત્યાં સંતાન નહીં,

પ્રેમ ઉપજ્યો ડુંગર પરને, એક વાર એક વાત કરી,

ચાલ ભણાવું અંગ્રેજી ને બનાવું મોટો અમલદાર,

ડુંગર કહે હું ભણીશ ભણાવીશ બ્રહ્મવિદ્યા એ છે નિરધાર,

  ...કહે છે લોકો ૫

ડુંગર ભક્તની વાત નિરાળી, ઘર સંસારથી દૂર રહે,

સદ્‍ગુરુની શોધ ચલાવા, વડતાલે જઈ ખુબ રહે,

શોધી લીધા સદ્‍ગુરુ સાચા, વિજ્ઞાનાનંદ સ્વામી નામ,

કોને ખબર હવે શું થાશે, ડુંગર ભક્તને મળિયું ઠામ,

  ...કહે છે લોકો ૬

Kahe chhe loko ā jagmā Himālay sauthī ūncho chhe

2-17015: Sadhu Brahmaprakashdas

Category: Shastriji Maharajna Pad

(‘Yagnapurush Sukhkari’ Nrutya Natika Kirtans)

Kahe chhe loko ā jagmā, Himālay sauthī ūncho chhe,

Paṇ Maheḷāvno bāḷ amāro Ḍungar ethī moṭo chhe.

Ḍungar Bhakta mahān chhe, gām taṇī e shān chhe,

Jhagmag thāshe enu nām, jojo karshe evā kām.

  ... kahe chhe loko 1

Janma thayo to eno jyāre, mangaḷ gīto vāgyā’tā,

Vasantnā vāyumā ahīyā, jaynādo bahu gājyā’tā,

Darshan karvā devo ā āsmānmā āvyā’tā,

Māt Hetbā tāt Dhorībhāī, joī joī harkhāyā’tā,

Shukmuni e āvī ene, vartmān dharāvyā’tā,

Guṇātītānand Swāmī ene āshish devā āvyā’tā,

Sanskārī chhe pūrva janamno, moṭo bhakta thavāno ā,

Kaīk jīvonu kalyāṇ karshe, evu banne kahetā’tā.

  ... kahe chhe loko 2

Ek rātre pitā gayā’tā, bāḷne mūkī khetarmā,

Jāgī Ḍungar Bhakta, eklā chālīne jaī phochyā tyā,

Puchhe pitā ke bīk na lāgī, bhūt vase chhe rastāmā,

Ḍungar kahe bhagāḍī de, Hari smarī be mukkāmā.

  ... kahe chhe loko 3

Sāt varshnī nānī vaymā, pūname Vaḍtāl jatā,

Lahiyānā fekelā pānā, vīṇī laīne kare kathā,

Ek vār ek māṇ bhattjī kathā vānchtā dev thayā,

Māṇ vagāḍī Mahābhāratnī, Ḍungar Bhakte karī kathā.

  ... kahe chhe loko 4

Amīr gāmnā Rāvjībhāī, jene tyā santān nahi,

Prem upajyo Ḍungar parne, ek vār ek vāt karī,

Chāl bhaṇāvu angrejī ne banāvu moṭo amaldār,

Ḍungar kahe hu bhaṇīsh bhaṇāvīsh brahma-vidyā e chhe nirdhār.

  ... kahe chhe loko 5

Ḍungar Bhaktanī vāt nirāḷī, ghar sansārthī dūr rahe,

Sadgurunī shodh chalāvā, Vaḍtāle jaī khub rahe,

Shodhī līdhā sadguru sāchā, Vignānānand Swāmī nām,

Kone khabar have shu thāshe, Ḍungar Bhaktane maḷiyu ṭhām.

  ... kahe chhe loko 6

loading