કીર્તન મુક્તાવલી

કોડે કોડે વધાવીએ આજ

૨-૧૪૮: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

કોડે કોડે વધાવીએ આજ

 પ્રમુખસ્વામી મારે મંદિરે પધાર્યા

રંગ અનેરો છાયે આજ

 પ્રમુખસ્વામી મારે મંદિર પધાર્યા... ꠶ટેક

હું તો સાથિયા પુરાવું લીલાં તોરણ બંધાવું

 ફૂલોની માળા ગૂંથાવું

હું તો હૈયે હરખાવું પ્રગટ હરિગુણ ગાવું

 સ્વામીને હેતે વધાવું

મનડા અતિ મલકાયે આજ... પ્રમુખસ્વામી꠶ ૧

જાગે પુણ્ય અપાર મળે અવસર આ વાર

 મળ્યા જીવન આધાર

શ્રદ્ધા ભક્તિના હાર કરું અરપણ આ વાર

 સ્વામીને વંદન હજાર

જન્મોના ઓઘ ટળી જાયે આજ... પ્રમુખસ્વામી꠶ ૨

આજ સ્વામીનું નામ ગુંજે ઘર ઘર ને ગામ

 ગુંજે નવખંડ ધરામાં આજ

એના રોમ રોમ રામ એના હૃદયે ઘનશ્યામ

 આપે તે અક્ષરધામ

જીવન ધન્ય બની જાયે આજ... પ્રમુખસ્વામી꠶ ૩

આજ આનંદ હૈયે અપાર

 સ્વામી તમે જીવો વર્ષ હજાર

આજ ગાયે સૌ નરનાર

 સ્વામી તમે જીવો વર્ષ હજાર

ધરા ગગનમાં ત્રણે ભુવનમાં

 થાયે છે જય જયકાર

જન જન મનમાં રોમ રોમ તનમાં

 વધે હરખ અપાર... ꠶ આજ

Koḍe koḍe vadhāvīe āj Pramukh Swāmī māre

2-148: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Koḍe koḍe vadhāvīe āj,

 Pramukh Swāmī māre mandire padhāryā,

Rang anero chhāye āj,

 Pramukh Swāmī māre mandire padhāryā...

Hu to sāthīyā purāvu līlā toraṇ bandhāvu,

 Fūlonī māḷā gūnṭhāvu;

Hu to haiye harkhāvu pragaṭ Hariguṇ gāvu,

  Swāmīne hete vadhāvu,

 Manḍā ati malkāye āj... Pramukh Swāmī 1

Jāge puṇya apār maḷe avsar ā vār,

 Maḷyā jīvan ādhār;

Shraddhā bhaktinā hār karu arpaṇ ā vār,

  Swāmīne vandan hajār,

 Janmonā ogh ṭaḷī jāye āj... Pramukh Swāmī 2

Āj Swāmīnu nām gunje ghar ghar ne gām,

 Gunje navkhanḍ dharāmā āj;

Enā rom rom Rām enā hradaye Ghanshyām,

  Āpe te Akshardhām,

 Jīvan dhanya banī jāye āj... PramukhSwāmī 3

Āj ānand haiye apār

 Swāmī tame jīvo varsh hajār,

Āj gāye sau narnār

 Swāmī tame jīvo varsh hajār,

Dharā gaganmā traṇe bhuvanmā

 Thāye chhe jayjaykār,

Jan jan manmā rom rom tanmā

 Vadhe harakh apār āj.

loading