કીર્તન મુક્તાવલી

મેં તો દીઠા શ્રીઘનશ્યામ સુંદર

૨-૧૧૦૧૬: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

મેં તો દીઠા શ્રીઘનશ્યામ સુંદર, શી કહું શોભા સાહેલી;

ધર્યો મોરમુગટ અભિરામ સુંદર, શી કહું શોભા સાહેલી... શી કહું ટેક.

કીધું કેસર તિલક ભાલ સુંદર, શી કહું શોભા સાહેલી;

ચાલે રાજ હંસગતિ ચાલ સુંદર, શી કહું શોભા સાહેલી... શી કહું꠶ ૧

કાને કુંડલ મકરાકાર સુંદર, શી કહું શોભા સાહેલી;

કોટે કૌસ્તુભ મણિના હાર સુંદર, શી કહું શોભા સાહેલી... શી કહું꠶ ૨

બાંયે બાજુ કડાં કરમાંયે સુંદર, શી કહું શોભા સાહેલી;

જોતાં રવિ શશિ જ્યોત લજાયે સુંદર, શી કહું શોભા સાહેલી... શી કહું꠶ ૩

પે’ર્યા પીતાંબર કટિ સાર સુંદર, શી કહું શોભા સાહેલી;

જાણે ઘનમાં વીજળી ઝબકાર સુંદર, શી કહું શોભા સાહેલી... શી કહું꠶ ૪

શોભે અંગો અંગ છબી ધામ સુંદર, શી કહું શોભા સાહેલી;

વારે પ્રેમાનંદ કોટિક કામ સુંદર, શી કહું શોભા સાહેલી... શી કહું꠶ ૫

Me To Dīṭhā Shrī Ghanshyām Sundar

2-11016: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Me to dīṭhā Shrī Ghanshyām sundar, shī kahu shobhā sāhelī;

Dharyo mor-mugaṭ abhirām sundar, shī kahu shobhā sāhelī... shī kahu ṭek.

Kīdhu kesar tilak bhāl sundar, shī kahu shobhā sāhelī;

Chāle rāj hans-gati chāl sundar, shī kahu shobhā sāhelī... shī kahu꠶ 1

Kāne kunḍal makarākār sundar, shī kahu shobhā sāhelī;

Koṭe kaustubh maṇinā hār sundar, shī kahu shobhā sāhelī... shī kahu꠶ 2

Bāye bāju kaḍā karamāye sundar, shī kahu shobhā sāhelī;

Jotā ravi shashi jyot lajāye sundar, shī kahu shobhā sāhelī... shī kahu꠶ 3

Pe’ryā pītāmbar kaṭi sār sundar, shī kahu shobhā sāhelī;

Jāṇe ghanmā vījaḷī zabakār sundar, shī kahu shobhā sāhelī... shī kahu꠶ 4

Shobhe ango ang chhabī dhām sundar, shī kahu shobhā sāhelī;

Vāre Premānand koṭik kām sundar, shī kahu shobhā sāhelī... shī kahu꠶ 4

loading