કીર્તન મુક્તાવલી
મૂર્તિ મનોહર જોઈને જી રે પામ્યા સુખ અપાર રે
૨-૧૧૦૧૧: સદ્ગુરુ ભૂમાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
મૂર્તિ મનોહર જોઈને જી રે, પામ્યા સુખ અપાર રે... મૂર્તિ꠶ ટેક
લાધ્યો હરિવર હીરલો જી રે, વીંટી વળી સહુ નાર રે... મૂર્તિ꠶ ૧
મોર મુગટ માથે ધર્યો જી રે, ગળે ગુલાબના હાર રે... મૂર્તિ꠶ ૨
કાંતિમાં ઝાંખા કર્યા જી રે, હરિવર કોટિક માર રે... મૂર્તિ꠶ ૩
ભૂમાનંદના નાથ છો જી રે, નેણા તણા શણગાર રે... મૂર્તિ꠶ ૪
Mūrti Manohar Joīne Jī Re Pāmyā Sukh Apār Re
2-11011: Sadguru Bhoomanand Swami
Category: Murtina Pad
Mūrti manohar joīne jī re, pāmyā sukh apār re... mūrti ṭek
Lādhyo Harivar hīralo jī re, vīṭī vaḷī sahu nār re... mūrti 1
Mor mugaṭ māthe dharyo jī re, gaḷe gulābnā hār re... mūrti 2
Kāntimā zākhā karyā jī re, Harivar koṭik mār re... mūrti 3
Bhūmānandnā Nāth chho jī re, neṇā taṇā shaṇagār re... mūrti 4