કીર્તન મુક્તાવલી

બીજો આવીને કોક બોલે બાવાજીમાં

૧-૯૯૯: કાગ બાપુ

Category: યોગીજી મહારાજનાં પદો

બીજો આવીને કોક બોલે, બાવાજીમાં,

 બીજો આવીને કોક બોલે... ꠶ટેક

સંચો સતજુગનો, ખોખું આ જુગનું, ખોલણહારા ખોલે,

અક્ષર વિના એક વેણ ના ઉચરે, ત્રણ ભુવનને તોલે... ꠶ ૧

અક્ષર હાથ ડાબો ને જમણો, પુરુષોત્તમ એને કોલે,

બેઉ હથેળી વિના તાળી ન બોલશે, મુખ મંદિરિયા ખોલે... ꠶ ૨

કામણગારો આ જુગનો જોગી, ડાક લઈ હાથમાં ડોલે,

માયા મોહના ભાગે ભૂતડાં, જે ચડેલા ઝોલે... ꠶ ૩

‘કાગ’ ને માથે બાવે, કૃપા કરી તે, ત્રણ જ અક્ષર બોલે,

જોગી અમારો જુગ જુગ જીવજો, તાળાં ખોટકેલ ખોલે... ꠶ ૪

Bījo āvīne kok bole bāvājimā

1-999: Kaag Bapu

Category: Yogiji Maharajna Pad

Bījo āvīne kok bole, bāvājimā bījo āvīne kok bole...

Sancho satjugno, kh khu ā jugnu, kholaṇhārā khole,

 Akshar vinā ek veṇ nā uchare, traṇ bhuvanne tole... 1

Akshar hāth ḍābo ne jamṇo, Purushottam ene kole,

 Beu hatheḷī vinā tāḷī na bolshe, mukh mandiriyā khoḷe... 2

Kāmaṇgāro ā jugno Jogī, ḍāk laī hāthmā ḍole,

 Māyā mohnā bhāge bhutḍā, je chaḍelā jhole... 3

‘Kāg’ ne mathe bāve, krupā karī te, traṇ ja akshar bole,

 Jogī amāro jug jug jīvjo, tāḷā khoṭkel khole... 4

loading