કીર્તન મુક્તાવલી

એની જ્યોતિ ઝગમગ થાય યોગી દેરીએ ખેલે

૧-૯૮૪: રસિકદાસ

Category: યોગીજી મહારાજનાં પદો

રાગ: કીર્વાણી

એની જ્યોતિ ઝગમગ થાય, યોગી દેરીએ ખેલે,

ગાણાં ગુણાતીત કેરાં ગવાય, યોગી દેરીએ ખેલે... એની꠶ ટેક

અક્ષર દેરી ગુણાતીત કેરી, શ્રીજી જોઈ હરખાય જો,

અક્ષર સુખ ઊભરાય, યોગી દેરીએ ખેલે... એની꠶ ૧

મસ્ત યોગીનું મુખડું હસતું, દર્શને દુખડાં જાય જો,

ચિત્તડું નિર્મળ થાય, યોગી દેરીએ ખેલે... એની꠶ ૨

ગુણાતીતના જ્ઞાનની હેલી, યોગીજી વરસાવે જો,

જન્મ મરણ ટળી જાય, યોગી દેરીએ ખેલે... એની꠶ ૩

દાસ રસિક કહે અમારા યોગી, મોંઘી મનની માળ જો,

અમારાં હૈયાં કેરો હાર, યોગી દેરીએ ખેલે... એની꠶ ૪

Enī jyoti jhagmag thāy Yogī derīe khele

1-984: Rasikdas

Category: Yogiji Maharajna Pad

Raag(s): Kirvãni

Enī jyoti jhagmag thāy, Yogī derīe khele,

 Gāṇā Guṇātīt kerā gavāy, Yogī derīe khele...

Akshar Derī Guṇātīt kerī, Shrījī joī harkhāy jo,

 Akshar sukh ūbhrāy, Yogī derīe khele... enī 1

Mast Yogīnu mukhḍu hastu, darshane dukhḍā jāy jo,

 Chittḍu nirmaḷ thāy, Yogī derīe khele... enī 2

Guṇātītnā gnānnī helī, Yogījī varsāve jo,

 Janma maraṇ ṭaḷī jāy, Yogī derīe khele... enī 3

Dās Rasik kahe amārā Yogī, monghi mannī māḷ jo,

 Amārā haiyā kero hār, Yogī derīe khele..enī 4

loading