કીર્તન મુક્તાવલી
કોટી વંદન કરીએ યોગીજી મન મંદિરમાં વસનારા
૧-૯૭૬: અજાણ્ય
Category: યોગીજી મહારાજનાં પદો
કોટી વંદન કરીએ યોગીજી મન મંદિરમાં વસનારા... ꠶ટેક
પ્યારા ગણજો પોતાના અમને, સોંપી જીવન-નૈયા તમને;
ભવજળથી તારોને સ્વામી, આપ જ છો તારણહારા... કોટી꠶ ૧
જેવા તેવા તોયે બાળ તમારા, દોષો માફ કરીને અમારા;
ચરણોમાં રાખી લ્યો સ્વામી, કષ્ટ તણા છો હરનારા... કોટી꠶ ૨
જ્ઞાન તણા સ્વામી આપ છો દરિયા, પ્રેમ જળે સૌનાં હૈયાં ભરિયાં;
સ્નેહભીની આંખોથી સ્વામી, વરસાવો છો અમીધારા... કોટી꠶ ૩
સૌ પર મે’ર કરો છો સ્વામી, મનના કોડ પૂરો છો સ્વામી;
પ્રગટ બ્રહ્મ ઘનશ્યામ છો સ્વામી, આપ અમારા રખવાળા... કોટી꠶ ૪
Koṭi vandan karīye Yogījī manmandirmā vasnārā
1-976: unknown
Category: Yogiji Maharajna Pad
Koṭi vandan karīye Yogījī,
manmandirmā vasnārā...
Pyārā gaṇjo potānā amne,
sopī jīvan naiyā tamne;
Bhavjaḷthī tārone Swāmī,
āp ja chho tāraṇhārā... koṭi 1
Jevā tevā toye bāḷ tamārā,
dosho māf karīne amārā;
Charaṇomā rākhī lyo Swāmī,
kashṭ taṇā chho harnārā... koṭi 2
Gnān taṇā Swāmī āp chho dariyā,
prem jaḷe saunā haiyā bhariyā;
Snehbhīnī ānkhothī Swāmī,
varsāvo chho amīdhārā... koṭi 3
Sau par me’r karo chho Swāmī,
mannā koḍ puro chho Swāmī,
Pragaṭ brahma Ghanshyām chho Swāmī,
āp amārā rakhvāḷā... koṭi 4