કીર્તન મુક્તાવલી

વંદન વારંવાર યોગીજીને વંદન વારંવાર

૧-૯૬૨: કેશવદાસ

Category: યોગીજી મહારાજનાં પદો

વંદન વારંવાર, યોગીજીને વંદન વારંવાર,

 યોગીજીને વંદન વારંવારજી,

જાણ્યા મેં તો ભક્ત તણા પ્રતિપાળ... યોગીજીને꠶ ટેક

વાણી મીઠી લાગે મધુરી, અમૃતની એ ધારજી,

સ્વર સુણતાં ઉઘડ્યા મારાં, અંતરનાં એ દ્વાર... યોગીજીને꠶ ૧

દૃષ્ટિમાં ભરી દિવ્યતા જાણો, દયા અપરંપારજી,

દૃષ્ટિ માત્રે કંઈક જીવને, ઉતાર્યા ભવપાર... યોગીજીને꠶ ૨

ગુણાતીત કરવાને કાજે, ધર્યો છે અવતારજી,

મોક્ષ દેવા મુમુક્ષુઓને વિચરે સાંજ સવાર... યોગીજીને꠶ ૩

સમજ્યો ગુણાતીત જ્ઞાનને બન્યો કેશવદાસજી,

અંતકાળે યોગી આવજો મને ઉતારવા ભવપાર... યોગીજીને꠶ ૪

Vandan vāramvār Yogījīne vandan vāramvār

1-962: Keshavdas

Category: Yogiji Maharajna Pad

Vandan vāramvār, Yogījīne vandan vāramvār,

Yogījīne vandan vāramvārjī,

Jāṇyā me to bhakta taṇā pratipāḷ... Yogījīne

Vāṇī mīṭhī lāge madhurī, amrutnī e dhārjī,

Svar suṇtā ūghaḍyā mārā, antarnā e dvār... Yogījīne 1

Drashṭimā bharī dīvyatā jāṇo, dayā aparampārjī,

Drashṭi matre kaīk jīvane, utāryā bhavpār... Yogījīne 2

Guṇātīt karvāne kāje, dharyo chhe avatārjī,

Moksha devā mumukshuone vichare sānj savār... Yogījīne 3

Samjyo Guṇātīt gnānne banyo Keshavdāsjī,

Antkāḷe Yogī āvjo mane utārvā bhavpār... Yogījīne 4

loading