કીર્તન મુક્તાવલી

વાણીમાં વાંસળી વાગી યોગી તારી

૧-૯૬૦: અજાણ્ય

Category: યોગીજી મહારાજનાં પદો

વાણીમાં વાંસળી વાગી,

 યોગી તારી વાણીમાં વાંસળી વાગી... ꠶ટેક

ગામડે વાગી ઝૂંપડે વાગી,

 મહેલ મ્હોલાતોમાં વાગી;

ધરતી પર્વત ને સાગરની આરપાર,

 આફ્રિકા ખંડમાં પહોંચી... યોગી꠶ ૧

રાંકથી માંડી ઓલ્યા રાજવી ને શેઠિયા,

 સૌને સરખી લાગી;

મરાઠા પારસી પરદેશી આવ્યા,

 ને મુસલમાનોએ દુવા માગી... યોગી꠶ ૨

તારી વાણીમાં બાપા વ્હાલાની વાંસળી,

 ગોંડલ વનરાવનમાં ગુંજી;

ભક્તજનો સૌ બન્યા નરસૈયા તારા,

 ચરણોમાં લગની લાગી... યોગી꠶ ૩

રાંકના રહેણાકમાં ઊંચા ઉદ્યાનમાં,

 કંઈકના કાનમાં વાગી;

મોરલીની મીઠપ માણી ‘વિજય’ કહે,

 આવ્યા છે છળ કપટ ત્યાગી... યોગી꠶ ૪

Vāṇīmā vānsaḷī vāgī Yogī tārī

1-960: unknown

Category: Yogiji Maharajna Pad

Vāṇīmā vānsaḷī vāgī,

 Yogī tārī vāṇīmā vānsaḷī vāgī...

Gāmḍe vāgī jhupḍe vāgī,

 Mahel mholātomā vāgī;

Dhartī parvat ne sāgarnī ārpār,

 Āfricā khanḍmā pahochī... Yogī 1

Rānkthī mānḍī olyā rājvī ne shethiyā,

 Saune sarkhī lāgī;

Marāṭhā Pārsī pardeshī āvyā,

 Ne Musalmānoe duvā magī... Yogī 2

Tārī vāṇīmā Bāpā vhālānī vānsaḷī,

 Gonḍal vanrāvanmā gunjī;

Bhaktajano sau banyā Narsaiyā tārā,

 Charaṇomā lagnī lāgī... Yogī 3

Rānknā raheṇākmā ūnchā udhyānmā,

 Kaīknā kānmā vāgī;

Morlīnī mīthap maṇī ‘Vijay’ kahe,

 Āvyā chhe chhaḷ kapaṭ tyāgī... Yogī 4

loading