કીર્તન મુક્તાવલી

સ્વામી-શ્રીજીનું એ જ્ઞાન સિંહગર્જના સમાન

૧-૯૪૩: પુરુષોત્તમદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

સ્વામી-શ્રીજીનું એ જ્ઞાન સિંહગર્જના સમાન,

શૂરા હોય તો સુણજો કાન, કાચા પોચાને નથી કામનું... ꠶ટેક

જેના શબ્દે શબ્દમાં જુઓ રહ્યું,

 આતમતત્ત્વનું જ્ઞાન ભર્યું;

મન કરે મજબૂત, ભાંગે ભ્રમણાનું ભૂત,

 એવું જ્ઞાન એ અદ્‍ભુત... કાચા꠶ ૧

ઘણા ઘણા જ્ઞાનની વાતો કરે,

 પ્રગટ ગુરુ આગળ એ પાણી ભરે;

ભલભલા ભૂલે ભાન, વેદશાસ્ત્ર ને પુરાણ,

 એવું ગુણાતીત જ્ઞાન... કાચા꠶ ૨

અંડપિંડ ફોડી પેલી પારથી,

 લઈ આવ્યા એ અક્ષરધામથી;

એવા ગુરુ એ અજોડ, અનુભવી બંધી તોડ,

 એવું જ્ઞાન એ જડબાતોડ... કાચા꠶ ૩

વેગભરી વાણી જ્યારે છૂટતી,

 કાયર જીવોની ધીરજ ખૂટતી;

બુદ્ધિ ટાળે એવા બોલ, વિરલા કરી શકે તોલ,

 એવું જ્ઞાન એ અણમોલ... કાચા꠶ ૪

ઘણાં ઓછા ઉપાસક જ્ઞાનનાં,

 વધું પડતા ઉપાસક તાલભાવના;

હંસગતિ જેની હોય, ખીર પીવે તજી તોય,

 સમજે જ્ઞાન ગુણાતીત સોય.. કાચા꠶ ૫

ભાવતાલના

Swāmī-Shrījīnu e gnān sinhgarjnā samān

1-943: Purushottamdas

Category: Shastriji Maharajna Pad

Swāmī-Shrījīnu e gnān sinha-garjanā samān,

 Shurā hoy to suṇajo kān, kāchā pochāne nathī kāmnu...

Jenā shabde shabdamā juo rahyu,

 Ātam-tattvanu gnān bharyu;

Man kare majbūt, bhānge bhramaṇānu bhut,

 Evu gnān e adbhut... kāchā 1

Ghaṇā ghaṇā gnānnī vāto kare,

 Pragaṭ guru āgaḷ e pāṇī bhare;

Bhal-bhalā bhule bhān, Ved-shāstra ne Purāṇ,

 Evu Guṇatīt gnān... kāchā 2

Anḍ-pinḍ foḍī pelī pārthī,

 Laī āvyā e Akshardhāmthī;

Evā guru e ajoḍ, anubhavī bandhī toḍ,

 Evu gnān e jaḍabātoḍ... kāchā 3

Veg-bharī vāṇī jyāre chhuṭatī,

 Kāyar jīvonī dhīraj khuṭatī;

Buddhī ṭāḷe evā bol, viralā karī shake tol,

 Evu gnān e aṇamol... kāchā 4

Ghaṇā ochhā upāsak gnānnā,

 Vadhu paḍatā upāsak tāl-bhāvnā;

Hans-gati jenī hoy, khīr pīve tajī toy,

 Samaje gnān Guṇatīt soy... kāchā 5

loading