કીર્તન મુક્તાવલી

હૃદયે રમે રે મૂર્તિ નેણુંને ગમે

૧-૯૩૧: અજાણ્ય

Category: ભગતજી મહારાજનાં પદો

સાખી

ભક્ત ભલા ભગવાનના, પ્રેમી પ્રાગજી ભાઈ;

સત્સંગમાં શિરોમણિ, એ સમ બીજો ન કોઈ.

હૃદયે રમે રે મૂર્તિ નેણુંને ગમે,

 એવા પ્રાગજી ભગતનું જીવન હૃદયે રમે... ꠶ટેક

મૂળ અક્ષરને એણે વશ કર્યા’તા,

 મરજી જાણીને સેવા કરતા સમે... ૧

સાધુનો કસબ જેણે દૃઢ કરી સાધ્યો,

 ગુણાતીત જ્ઞાન લેવા દેહને દમે... ૨

વેઠી અપમાન જેણે મોરલી વગાડી,

 અક્ષરપુરુષોત્તમ કાજે શિર લઈ ભમે... ૩

વાતો કરે ત્યાં સૌનાં દિલ ઠરી જાતાં,

 કહેતા ‘સ્વામિનારાયણ વળગ્યા મુને’... ૪

શાસ્ત્રીજી મહારાજે જેને વશ કર્યા’તા,

 મોટા સદ્‍ગુરુ જેનાં ચરણે નમે... ૫

મુક્ત એ મહુવા ગામે પ્રગટ થયા’તા,

 ‘અક્ષર’ કહે કોટિ વંદન કરીએ અમે... ૬

Hradaye rame re mūrti neṇune game

1-931: unknown

Category: Bhagatji Maharajna Pad

Sākhī

Bhakta bhalā Bhagwānnā, premī Prāgjī bhāī;

Satsangmā shiromaṇi, e sam bijo na koī.

Hradaye rame re mūrti neṇune game,

 Evā Prāgjī Bhagatnu jīvan hradaye rame...

Mūḷ Aksharne eṇe vash karyā’tā,

 Marajī jāṇīne sevā kartā same... 1

Sādhuno kasab jeṇe dradh karī sādhyo,

 Guṇatīt gnān levā dehne dame... 2

Veṭhī apmān jeṇe morḷī vagāḍī,

 Akshar Purushottam kāje shir laī bhame... 3

Vāto kare tyā saunā dil ṭharī jātā,

 Kahetā ‘Swāminārāyaṇ vaḷgyā mune’... 4

Shāstrijī Mahārāje jene vash karyā’tā,

 Motā sadguru jenā charaṇe name... 5

Mukta e Mahuvā gāme pragaṭ thayā’tā,

 ‘Akshar’ kahe koṭi vandan karīe ame... 6

loading