કીર્તન મુક્તાવલી

આવ્યા હરિ ઊંડને તીરે ધીરે ધીરે

૧-૯૧૯: કાના ભગત

Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો

આવ્યા હરિ ઊંડને તીરે, ધીરે ધીરે,

 ગૌર શરીરે સુંદર શ્રી ઘનશ્યામ... ꠶ટેક

ચઢી રે વડ પર ધરામાંહી, કૂદી પડ્યા કિરતાર,

 એ ટાણે માંડ્યું નીર ઉછળવા આઠે દિશે જય જયકાર;

પ્રભુ તેમાં માંડ્યા છે તરવા, ચારે કોરે ફરવા,

 મનને હરવા, શોભે શ્રી પૂરણ કામ... આવ્યા꠶ ૧

લાલજી સુતાર જે નિષ્કુળાનંદ, તેને કહે બળવીર,

 આ ટાણે લાવો નાવ બનાવી, વાર ન કરો લગીર;

સખા તેમાં માંડ્યાં છે રમવા, ચારે કોર ભમવા,

 પ્રભુને ગમવા, મુખે લિયે હરિનામ... આવ્યા꠶ ૨

લાલજી કહે પ્રભુ! એક ઘડીમાં, નાવ ન બને આ વાર,

 શ્રીહરિ કહે એક ચલાખો લાવો, નાવ થશે તારનાર;

ચલાખો લાવ્યા છે દેવા, વિશ્વાસી એવા,

 કરે એમ સેવા, એવા એ સૌ નિષ્કામ... આવ્યા꠶ ૩

ચલાખા ઉપર પ્રભુ આપ બિરાજ્યા, અક્ષર ને મુક્ત સાથ,

 એ ટાણે પ્રભુએ નાવ બનાવ્યું, જળનિધિ તરનાર;

નાવ તે તો માંડ્યું છે તરવા, ચારે કોરે ફરવા,

 પાર ઊતરવા, ઠરે નહિ એકે ઠામ... આવ્યા꠶ ૪

આ મૂળજી મહારાજ જે ગુણાતીત સ્વામી, મારે રહેવાનું છે ધામ,

 એવું જાણીને જે ભજશે અમને, થાશે તે પૂરણ કામ;

હું છું ધામનો ધામી, અંતરયામી,

 છું બહુનામી, એવું છે મારું નામ... આવ્યા꠶ ૫

‘કનૈયો’ કહે શ્રીહરિએ આવાં, ચરિત્ર કર્યાં બહુવાર,

 છપૈયા તુલ્ય ભાદરાપુરને, કીધું હરિએ આ વાર;

ભલે કોટિ વ્રત કહાવે, અડસઠ તીરથ જાવે,

 તેને તુલ્ય નાવે, એવું છે સ્વામીનું ધામ... આવ્યા꠶ ૬

Āvyā Hari Ūnḍne tīre dhīre dhīre

1-919: Kana Bhagat

Category: Gunatitanand Swami

Āvyā Hari Ūnḍne tīre, dhīre dhīre,

 Gaur sharīre sundar Shrī Ghanshyām...

Chaḍhī re vaḍ par dharāmāhī, kūdī paḍyā kirtār,

 E tāṇe mānḍyu nīr uchhaḷvā āṭhe dishe jayjaykār;

Prabhu temā mānḍyā chhe tarvā, chāre kore farvā,

 Manne harvā, shobhe Shrī Pūraṇkām..āvyā 1

Lāljī Sutār je Nishkuḷānand, tene kahe baḷvīr,

 Ā tāṇe lāvo nāv banāvī, vār na karo lagīr;

Sakhā temā mānḍyā chhe ramvā, chāre kor bhamvā,

 Prabhune gamvā, mukhe liye Harinām..āvyā 2

Lāljī kahe Prabhu! Ek ghaḍīmā, nāv na bane ā vār,

 Shrīhari kahe ek chalākho lāvo, nāv thashe tārnār;

Chalākho lāvyā chhe devā, vishvāsī evā,

 Kare em sevā, evā e sau nishkām..āvyā 3

Chalākhā upar Prabhu āp birājyā, Akshar ne mukta sāth,

 E tāṇe Prabhue nāv banāvyu, jaḷnidhi tarnār;

Nāv te to mānḍyu chhe tarvā, chāre kore farvā,

 Pār ūtarvā, ṭhare nahi eke ṭhām..āvyā 4

Ā Mūḷjī Mahārāj je Guṇātīt Swāmī,

 māre rahevānu chhe dhām,

Evu jāṇīne je bhajshe amne, thāshe te pūraṇ kām;

 Hu chhu Dhāmno Dhāmī, antaryāmī,

 Chhu bahunāmī, evu chhe Maru nām..āvyā 5

‘Kanaiyo’ kahe Shrī Harie āvā, charitra karyā bahuvār,

 Chhapaiyā tulya Bhādrāpurne, kīdhu Harie ā vār;

Bhale koṭi vrat kahāve, aḍsaṭh tīrath jāve,

 Tene tulya nāve, evu chhe Swāmīnu Dhām..āvyā 6

loading