કીર્તન મુક્તાવલી

ધન્ય ધન્ય શરદ પૂનમનો દન

૧-૯૧૭: અખંડાનંદ મુનિ

Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો

પદ - ૧

ધન્ય ધન્ય શરદ પૂનમનો દન, પ્રગટ થયા છે સ્વામી સુખના સદન;

 ભલે ને પધાર્યા રે સ્વામી આ લોકમાં રે લોલ... ꠶ટેક

સંત હરિજનના મનમાંય, ઉમંગ અંતરમાં ન સમાય;

 આનંદ વધાઈ રે થઈ ત્રિલોકમાં રે લોલ... ૧

ધરી રહ્યા દક્ષિણી પાઘ અનૂપ, શિર પર છત્ર ધર્યું સુખરૂપ;

 એવી રીતે શોભા રે ધરી રહ્યા નાથજી રે લોલ... ૨

કેસર ચંદન ચરચ્યું છે ભાલ, ઈંદુ કુમકુમનો મહીં લાલ;

 અખંડ મુનિને રે કરવા સનાથજી રે લોલ... ૩

Dhanya dhanya Sharad Punamno dan

1-917: Akhandanand Muni

Category: Gunatitanand Swami

Pad - 1

Dhanya dhanya Sharad Punamno dan,

 Pragaṭ thayā chhe Swāmī sukhnā sadan;

  Bhale ne padhāryā re Swāmī ā lokmā re lol...

Sant harijannā manmāy,

 Umang antarmā na samāy;

  Ānand vadhāī re thaī trilokmā re lol... 1

Dharī rahyā dakshiṇī pāgh anūp,

 Shirpar chhatra dharyu sukhrūp;

  Evī rīte shobhā re dharī rahyā Nāthjī re lol... 2

Kesar chandan charachyu chhe bhāl,

 Īndu kumkumno mahī lāl;

  Akhanḍ Munine re karvā sanāthjī re lol... 3

loading