કીર્તન મુક્તાવલી

આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે સ્વામી સુખકારી

૧-૯૧૧: અખંડાનંદ મુનિ

Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો

પદ - ૧

આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે, સ્વામી સુખકારી

ભેળા આવ્યા પોતે પરબ્રહ્મ રે... સ્વામી꠶ ૧

કર્યાં અનેક જીવનાં કાજ રે... સ્વામી꠶

ભાંગી ભવની ભાવટ આજ રે... સ્વામી꠶ ૨

આ ટાણે આવ્યા અલબેલ રે... સ્વામી꠶

વળી ગઈ છે રંગડાની રેલ રે... સ્વામી꠶ ૩

મારે આનંદ અંગ ન માય રે... સ્વામી꠶

મુનિ અખંડાનંદ એમ ગાય રે... સ્વામી꠶ ૪

Āj pragaṭyā pūraṇ Brahma re Swāmī sukhkārī

1-911: Akhandanand Muni

Category: Gunatitanand Swami

Pad - 1

Āj pragaṭyā pūraṇ Brahma re, Swāmī sukhkārī

 Bheḷā āvyā pote Parabrahma re... Swāmī 1

Karyā anek jīvanā kāj re... Swāmī

 Bhāngī bhavnī bhāvaṭ āj re... Swāmī 2

Ā ṭāṇe āvyā albel re... Swāmī

 Vaḷī gaī chhe rangḍānī rel re... Swāmī 3

Māre ānand ang na may re... Swāmī

 Muni Akhanḍānand em gāy re... Swāmī 4

loading