કીર્તન મુક્તાવલી
એકડે એક શ્રીજીની રાખો ટેક મારા બંધુ
૧-૮૭૬: અજાણ્ય
Category: બાળ કીર્તનો
એકડે એક, શ્રીજીની રાખો ટેક મારા બંધુ,
કલ્યાણ લેવું સહેલ છે... ꠶ટેક
બગડે બેય, શ્રીજીનું નામ લેય... મારા બંધુ꠶ ૧
ત્રગડે ત્રણ, શ્રીજીનું લે શરણ... મારા બંધુ꠶ ૨
ચોગડે ચાર, શ્રીજીને નમસ્કાર... મારા બંધુ꠶ ૩
પાંચડે પાંચ, ભક્તિમાં નાવે આંચ... મારા બંધુ꠶ ૪
છગડે છય, શ્રીજીની બોલો જય... મારા બંધુ꠶ ૫
સાતડે સાત, છે બ્રહ્મ હમારી જાત... મારા બંધુ꠶ ૬
આઠડે આઠ, મૂકી દે જગનો ઠાઠ... મારા બંધુ꠶ ૭
નવડે નવ, તરી જા તું આ ભવ... મારા બંધુ꠶ ૮
એકડે મીંડે દશ, અધર્મમાંથી ખસ... મારા બંધુ꠶ ૯
એવી રીતે ભજાય, તો અક્ષરધામમાં જવાય... મારા બંધુ꠶ ૧૦
Ekade ek Shrījīnī rākho ṭek mārā bandhu
1-876: unknown
Category: Bal Kirtan
Ekade ek, Shrījīnī rākho ṭek mārā bandhu,
Kalyāṇ levu sahel chhe...
Bagaḍe bey, Shrījīnu nām ley... Mārā bandhu 1
Trāgaḍe traṇ, Shrījīnu le sharaṇ... Mārā bandhu 2
Chogaḍe chār, Shrījīne namaskār... Mārā bandhu 3
Pānchaḍe pānch, bhaktimā nāve ānch... Mārā bandhu 4
Chhagaḍe chhay, Shrījīnī bolo jay... Mārā bandhu 5
Sātaḍe sāt, chhe Brahma hamārī jāt... Mārā bandhu 6
Āthaḍe āṭh, mūkī de jagno ṭhāṭh... Mārā bandhu 7
Navaḍe nav, tari jā tu ā bhav... Mārā bandhu 8
Ekḍe mīnḍe dash, adharma māthī khas... Mārā bandhu 9
Evī rīte bhajāy, to Akshardhāmmā javāy... Mārā bandhu 10