કીર્તન મુક્તાવલી
જાવું જરૂર મરી મેલીને સર્વે જાવું જરૂર મરી
૧-૮૩૭: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: પ્રકીર્ણ પદો
પદ - ૩
જાવું જરૂર મરી, મેલીને સર્વે જાવું જરૂર મરી... ꠶ટેક
રાત દિવસ રળ્યો ધનને કાજે, સમર્યા નહિ ઘડીયે હરિ... મેલીને꠶ ૧
મેડી મંદિર માલ ખજીના, સંપત રહેશે ધરી†... મેલીને꠶ ૨
સગાં સંબંધી સહુ જોઈ રહેશે, કેનું ન ચાલે જરી... મેલીને꠶ ૩
નિષ્કુળાનંદ કહે જોને વિચારી, રહે નહિ દેહ ઘરી... મેલીને꠶ ૪
†પરી
Jāvu jarūr marī melīne sarve jāvu jarūr marī
1-837: Sadguru Nishkulanand Swami
Category: Prakirna Pad
Pad - 3
Jāvu jarūr marī, melīne sarve jāvu jarūr marī... °ṭek
Rāt divas raḷyo dhanne kāje, samaryā nahi ghaḍīe Hari... Melīne° 1
Meḍī mandir māl khajīnā, sampat raheshe dharī†... Melīne° 2
Sagān sambandhī sahu joī raheshe, kenu na chāle jarī... Melīne° 3
Niṣhkuḷānand kahe jone vichārī, rahe nahi deh gharī... Melīne° 4
†parī